બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:15 PM, 17 March 2023
ટિમ પેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે.
ADVERTISEMENT
તસ્માનિયાની મેચ પછી ટિમ પેને સંન્યાસ લેવાની જાહેરાત કરી.
ઓસ્ટ્રેલિયા તરફથી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મેચ રમી છે.
ADVERTISEMENT
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે સીરિઝની પહેલી મેચ મુંબઈમાં રમવામાં આવી રહી છે. આ તમામ બાબતોની સાથે ઓસ્ટ્રેલિયા માટે એક ખરાબ સમાચાર છે. ટીમના પૂર્વ કેપ્ટન ટિમ પેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. ટિમ પેને શેફીલ્ડ શીલ્ડ ટ્રોફીમાં ક્વીંસલેન્ડ અને તસ્માનિયાની મેચ પછી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ત્યારબાદ બંને ટીમના ખેલાડીઓએ પેનને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. ટિમ પેન પોતાની રમતના કારણે નહીં પરંતુ વિવાદોના કારણે વધુ ચર્ચામાં રહ્યા છે. તેમણે ઓસ્ટ્રેલિયા તરફથી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મેચ રમી છે.
ટિમ પેને 18 વર્ષના કરિઅરમાં 154 ફર્સ્ટ ક્લાચ મેચ રમી છે. તસ્માનિયા માટે 95 શેફીલ્ડ મેચમાં ઉતરી ચૂક્યા છે. શેફીલ્ડ શીલ્ડમાં તસ્માનિયા તરફથી સૌથી વધુ 296 વિકેટ લેનાર વિકેટકીપર છે. ઓવરઓલ લિસ્ટમાં પેન 12માં સ્થાન પર છે. તેમણે 29ની સરેરાશથી 6,490 ફર્સ્ટ ક્લાસ રન કર્યા છે. તેમણે 3 સદી ફટકારી છે અને 35 ટેસ્ટ મેચમાં 9 અડધી સદી ફટકારી છે તથા કુલ 157 વિકેટ લીધી છે.
ટિમ પેને વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ સમયે સેંડપેપર ગેટ કાંડ પછી ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરી હતી. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમે સેંડપેપર બોલથી ટેમ્પરિંગ કરી હતી. ત્યારબાદ કેમરન બેનક્રાફ્ટ, ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ પર પ્રતિબંધ મુક્યો હતો. સ્મિથે કેપ્ટનશીપ છોડવી પડી હતી, તે સમયે ટિમ પેનને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. વર્ષ 2021માં ટિમ પેન વિવાદમાં ફસાઈ ચૂક્યા છે. તેમના પર આરોપ મુકવામાં આવ્યો હતો કે, તેમણે ક્રિકેટ તસ્માનિયામાં કામ કરનાર એક યુવતીને અશ્લીલ મેસેજ અને ફોટોઝ મોકલ્યા હતા. સેક્સટિંગ વિવાદમાં ફસાવ્યા બાદ કેપ્ટનશીપ ગુમાવવી પડી હતી અને તે બાદ પેટ કમિંસને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.