Tuesday, June 18, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

રાજકારણ / ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો પરિવાર ચર્ચામાં, પત્ની રિવાબા ભાજપમાં, બહેન-પિતા કોંગ્રેસમાં

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો પરિવાર ચર્ચામાં, પત્ની રિવાબા ભાજપમાં, બહેન-પિતા કોંગ્રેસમાં

જ્યારથી લોકસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારથી જામનગરના રાજકારણમાં દર સપ્તાહે નવા સમીકરણ સામે આવી રહ્યા છે. વધુ એક વખત રવિન્દ્ર જાડેજાનો પરિવાર રાજકારણને લઈને ચર્ચામાં આવ્યો છે.

જ્યારથી લોકસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારથી જામનગરના રાજકારણમાં દર સપ્તાહે નવા સમીકરણ સામે આવી રહ્યા છે. વધુ એક વખત રવિન્દ્ર જાડેજાનો પરિવાર રાજકારણને લઈને ચર્ચામાં આવ્યો છે. પ્રથમ રવિન્દ્રના બહેને નેશનલ વુમન પાર્ટી જોઈન્ટ કર્યા બાદ રવિન્દ્રની પત્ની રિવાબાએ ભાજપ જોઈન્ટ કર્યું હતું. ત્યારબાદ આજે રવિન્દ્રના મોટા બહેન નૈનાબાએ પ્રથમ પાર્ટી છોડી તેના પિતા સાથે હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસ જોઈન્ટ કર્યું છે. લોકસભાની ચૂંટણી વધુ એક જ્ઞાતિ સમીકરણ સામે આવતા ચૂંટણી રસપ્રદ બની રહેશે.
 
લોકસભાની ચૂંટણી આડે માત્ર એક સપ્તાહનો સમય રહ્યો છે. ત્યારે જામનગર બેઠક પર ભાજપ- કોંગ્રેસ દ્વારા વજનદાર નેતાઓને અંકે કરવાની હોડ લાગી છે. ભાજપાએ કૉંગ્રેસના ધારાસભ્ય ધારવીયાને પક્ષ પલટો કરાવ્યા પૂર્વે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને ભાજપ પ્રવેશ, દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પીએસ જાડેજા અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહને મંત્રી મંડળમાં સમાવી લીધા છે અને સાથે સાથે ક્ષત્રિય અને સતવારા સમાજના મત અંકે કરી રાજકીય સોગઠી ગોઠવી લીધી છે. કોંગ્રેસે પણ દ્વારકા જિલ્લાના ભજપના નેતાઓને પાર્ટીમાં ભેળવી ભાજપની સામે તેની જ રાજનીતિ વાપરી છે. ભાજપાએ કાલાવડ તાલુકા પંચાયતના કોંગ્રેસીઓને ખેરવી નાખ્યા તો કોંગ્રેસએ પણ કલ્યાણપુર તાલુકા પંચાયતમાં ભંગાણ પાડ્યું, એક બીજા પક્ષ પર હાવી થવાની રાજનીતિ આકાર પામી છે.
 
જાડેજાના પરિવાર પર કેમ નજર ? 
જામનગર ધારાસભ્ય હકુભા જાડેજાને મંત્રી મંડળમાં સમાવી લેવાથી અને દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના ક્ષત્રિય સમાજના નેતાઓને ભાજપાએ અંકે કરી. ક્ષત્રિય સમાજની વોટ બેંક મજબૂત બનાવી છે. ત્યારે કોંગ્રેસે આજે રવિન્દ્ર જાડેજાના બેન નૈનાબા અને પિતા અનિરુદ્ધસિંહને સમાવી ક્ષત્રિય સમાજના મતોનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસને વિશ્વાસ હશે આમ કરવાથી ક્ષત્રિય મતદારો આકર્ષાઈ જશે.

એક જ ઘરમાં બે પાર્ટી
તાજેતરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને મંત્રી આરસી ફળદુ.. સાંસદ પૂનમ માડમ સાહિતનાઓએ કેસરિયો ખેસ પહેરાવી પ્રવેશ કરાવ્યો. બીજી તરફ કોંગ્રેસે રવિન્દ્રના ઘર તરફ જ મીટ માંડી રાજકીય કુકરી ખેલી છે. રવીન્દ્રના બેન નૈનાબા અને પિતા અનિરુદ્ધશિંહને કોંગ્રેસમાં સમાવી લીધા છે. એક જ ઘરમાં બે પાર્ટીની વિચારધારા છતાં તાલમેલ થઈ જશે એમ ખુદ પરિવારે કહ્યું છે. બીજી વાસ્તવિકતા એ છે કે રવિન્દ્ર જાડેજા એક સારા ક્રિકેટર તરીકેની છાપ જરૂર ધરાવે છે. પણ તેના પરિવાર માટે રાજનીતિ નવો વિષય છે.

કોંગ્રેસે પણ હાર્દિક પટેલને લોકસભા લડાવવાની તૈયારી કરી શસ્ત્રો સજાવ્યા હતા. પરંતુ હાઇકોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસે ઉમેદવાર બદલાવી ભાજપના આહીર ઉમેદવારની સામે કોંગ્રેસે આહીર ઉમેદવાર મુળુ કંડોરિયાને ટિકિટ આપી જંગ બરબારીનો કરવાનો પ્રયાસ કર્યો હતો. ઉમેદવારી પત્રો ભરાયા બાદ બંને પક્ષે પ્રચારનો જંજાવાત શરૂ કરાયો છે. આજે કોંગ્રેસ દ્વારા વધુ એક દાવ ખેલી આજે કાલાવડ ખાતેની સભામાં રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ અને બહેન નૈનાબાને ખેસ પહેરાવી કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો છે. સ્ટાર ક્રિકેટરના પરિવારને અંકે કરી કોંગ્રેસ દ્વારા વધુ  વખત ક્ષત્રિય સમાજના મત અંકે કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે જાડેજા પરિવારનું રાજકારણ કોંગ્રેસને ફાયદો કરાવશે કે ભાજપને? એ સમય જ બતાવશે.
Rivba jadeja Ravindra Jadeja BJP congress

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ