બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / 'તમે મને રમતમાંથી બહાર નીકાળી શકો, પરંતુ...', ફરીથી પૃથ્વી શોનું દર્દ છલકાયું, કરી ક્રિપ્ટિક પોસ્ટ
Last Updated: 11:04 AM, 15 January 2025
શૉની આ પોસ્ટને કારણે તેની મુંબઈ રણજી ટીમમાં પસંદગી ન થઈ હોવાનું સામે આવ્યું છે. મુંબઈને 23 જાન્યુઆરીથી રણજી ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીર સાથે મેચ રમવાની છે. વાસ્તવમાં પૃથ્વી શૉના ફોર્મ અને ફિટનેસને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT
તાજેતરમાં જ તેને વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમમાંથી પણ બહાર કરવામાં આવ્યો હતો. અગાઉ શૉએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની આ સિઝનની 9 ઇનિંગ્સમાં 197 રન બનાવ્યા હતા, જ્યાં તેનો સર્વોચ્ચ સ્કોર 49 રન હતો.
ADVERTISEMENT
હવે આ બધાની વચ્ચે પૃથ્વી શૉએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે અને પ્રેક્ટિસ કરતી વખતે એક ફોટો શેર કર્યો છે. આ પોસ્ટમાં શૉએ લખ્યું- તમે મને રમતમાંથી બહાર ફેંકી શકો છો, પરંતુ તમે મને સખત મહેનત કરતા રોકી શકતા નથી.
શૉ પ્રથમ બે રાઉન્ડમાં મુંબઈની ટીમમાંથી બહાર થઈ ગયો હતો. જેનું કારણ તેની ફિટનેસ અને શિસ્ત હોવાનું કહેવાય છે. શૉનું વર્તમાન ફોર્મ ચિંતાનો વિષય છે, તેણે 58 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 46.02ની એવરેજથી 4556 રન બનાવ્યા છે. તેણે 65 લિસ્ટ A મેચમાં 3399 રન બનાવ્યા છે. આ સિવાય 117 T20માં તેના નામે 2902 રન છે.
વધુ વાંચોઃ 'હું વધુ રમી શક્યો હોત પરંતુ...' નિવૃત્તિ બાદ આવું કેમ બોલ્યો અશ્વિન?
શૉએ ભારત માટે પાંચ ટેસ્ટ (339 રન), છ વનડે (189 રન) અને એક ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 2018 માં, રાજકોટમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની તેની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારીને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.