ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની તેના ચાહકોને ક્યારેક આંચકા આપતો હોય છે. આ વખતે તેનો નવો મૂછોવાળો લૂકનો Video જોઈને લોકો ચોંકી ગયા હતા.
IPL 2022 ની જાહેરાત અગાઉ
ધોનીનો નવો લુક જાહેર
ફેન્સ જોઈને થયા ઘેલા
CSK ના કેપ્ટન MS ધોનીનો નવો લૂક
IPL 2022નું બ્યુગલ વાગી ગયું છે. આ વખતે 26 માર્ચથી IPLની ધમાકેદાર શરૂઆત થશે. IPL શરૂ થવાની આગાહીના સમાચાર બાદ CSK ના કેપ્ટન MS ધોનીનો નવો લૂક (MS Dhoni New Look) પણ વાયરલ થઈ રહ્યો છે.
ચાહકોમાં ચર્ચા
ધોનીના નવા લુકથી ચાહકો ચોંકી ગયા છે. ખરેખર આ ધોનીનો દેસી લુક નથી પણ સ્ટાર સ્પોર્ટ્સ માટે ખરેખર તો ધોની સ્ટાર સ્પોર્ટ્સના એક પ્રોમોમાં 'ડ્રાઈવર' બન્યો છે. ધોનીનો આ લુક ઝડપથી વાયરલ થયો છે.
વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ
ધોનીના આ નવા લૂકને જોઈને ચાહકો હવે પ્રોમોઝ વહેલી તકે રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. માહીના લુકમાં સૌથી મહત્વની વાત એ છે કે તે મૂછમાં જોવા મળી રહ્યો છે. IPL બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે તેનો વીડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, ધોનીનો આ વીડિયો ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થયો છે. વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે માહી આઈપીએલના પ્રોમોમાં જોવા મળશે
ઉલ્લેખનીય છે કે ચાહકોમાં એ ચર્ચા પણ ચાલી રહી છે કે ધોનીની આ આખરી IPl હોય શકે છે. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી જ દીધી છે. હવે આઈપીએલમાં પણ તે ખાસ પ્રદર્શન કરી શકતો ન હોવાના કારણે ચાહકોમાં ચર્ચા છે કે આ વખતે તે આખરી આઈપીએલ રમી શકે છે. ગયા વર્ષે તેના નેતૃત્વમાં તેની ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ ટ્રોફી જીતી હતી. આઇપીએલમાં રોહિત અને ધોનીની ગણના સૌથી સફળ કેપ્ટનમાં થાય છે.
હવે ધોની આ વર્ષે પણ ચેન્નઈને જિતાડી શકે છે કે કેમ તે જોવું રહ્યું.