બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cricketer Cheteshwar Pujara pays last respects to Haricharan Dasji with his family
ParthB
Last Updated: 03:40 PM, 28 March 2022
ADVERTISEMENT
ક્રિકેટર ચેતેશ્વર પૂજારા અંતિમ દર્શને પહોંચ્યા
સૌરાષ્ટ્રના જાણીતા સંત અને ગોંડલ રામજી મંદિર ખાતે મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજે ગોંડલ આશ્રમ ખાતે તેમણે બ્રહ્મ મુહૂર્તમાં અંતિમ શ્વાસ લીધા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હરિચરણદાસજી મહારાજે અંતિમ શ્વાસ લેતા તેમના ભક્તોમાં શોકની લાગણી વ્યાપી છે. ત્યારે ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ પણ પરિવાર સાથે બાપુના દર્શન કર્યા છે.
ADVERTISEMENT
ચેતેશ્વર પૂજરા ના ગુરુ છે હરિચરણદાસજી મહારાજ
ઉલ્લેખનીય છે કે, ચેતેશ્વર પુજારા જ્યારે પણ ટીમ ઇન્ડિયા માટે રમવા જાય છે. તે પહેલા પરિવાર સાથે જઈ હરિચરણદાસ બાપુના આશીર્વાદ જરૂર લે છે. પુજારા જ્યારે બાપુના દર્શન કરી રહ્યા હતાં. ત્યારે તેઓ ઘણાં જ દુખી લાગી રહ્યા હતા. તેમણે પરિવારની સાથે બાપુના શાલ ઓઢાડીને દર્શન કર્યા છે.
પાર્થિવ દેહને સાંજે 4 વાગ્યા સુધી ગોંડલ રામજી મંદિર ખાતે રાખવામાં આવશે
નોંધનીય છે કે, થોડા સમય પહેલાં જ બાપુને 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આવતીકાલે ગોરા આશ્રમ ખાતે બાપુની અંતિમવિધિ કરવામાં આવશે. હરિચરણદાસજી મહારાજ ગત સપ્તાહે ગોરા આશ્રમથી ગોંડલ પધાર્યા હતા.ત્યારે આજે સાંજે 4 વાગ્યા સુધી ગોંડલના રામજી મંદિરમાં તેમનો પાર્થિવ દેહ રાખવામાં આવશે
હરિચરણદાસજી બાપુને શ્વાસ લેવામાં તકલીફ હતી
થોડા દિવસથી મહામંડલેશ્વર હરિચરણદાસજી બાપુની તબિયત થોડી ગંભીર હતી. મળતી માહિતી પ્રમાણે, તેઓની સારવાર ડો.ચિરાગ માત્રાવડિયા, ડો.ભટ્ટ અને ડો.શાહ સારવાર કરી રહ્યા હતા. હરિચરણદાસજી મહારાજને શ્વાસ લેવામાં અને યુરીનમાં તકલીફ હતી. જે અંગેની સારવાર ચાલી રહી હતી. બાપુની છેલ્લા એક મહિનાથી તબિયત નાદુરસ્ત હતી. થોડા દિવસ પહેલા જ તેઓ નર્મદા કાંઠે આવેલા ગોરા ખાતેના આશ્રમથી ગોંડલ આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.