બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ટેસ્ટમાંથી નિવૃત્તિ બાદ વિરાટ અને રોહિતના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ બદલાઈ જશે? જાણો પગાર ઘટશે કે નહીં
Last Updated: 05:13 PM, 14 May 2025
ભારતીય ક્રિકેટ ટીમના બે સ્ટાર પ્લેયર વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ બંને બેટ્સમેન પહેલાથી જ T20 ઇન્ટરનેશનલમાંથી ચૂક્યા હતા. જેથી તેમના ચાહકોને પ્રશ્ન થઈ રહ્યો છે કે શું બંનેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની કેટેગરી બદલાઈ જશે? ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનું લિસ્ટ જાહેર કર્યું હતું. તેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને A+ શકેટેગરીમાં મૂકવામાં આવ્યા હતા, પરંતુ હવે બંને માત્ર ODI જ રમશે. આ સ્થિતિમાં BCCI આ બંનેના પગારમાં ઘટાડો કરશે કે નહીં?
ADVERTISEMENT
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ વિરાટ અને રોહિતના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ કેટેગરી અંગે અપડેટ આપ્યું છે. તેમને જણાવ્યું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની એ પ્લસ કેટેગરીમાં જ રહેશે. જેથી એ સ્પષ્ટ છે કે આ બંનેના પગારમાં કોઈ ઘટાડો નહીં થાય. આ બંનેને BCCI તરફથી વાર્ષિક 7 કરોડ રૂપિયા મળતા રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ફક્ત તે પ્લેયરનો જ સમાવેશ કરે છે જેમણે એક વર્ષમાં ઓછામાં ઓછા 3 ટેસ્ટ, 8 ODI અથવા 10 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હોય. જો કોઈ પ્લેયર ટેસ્ટ ન રમે પણ ODI અને T20 રમે તો તેને પણ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવે છે.
ADVERTISEMENT
એ પ્લસ કેટેગરી- રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા
એ કેટેગરી- મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ઋષભ પંત
ADVERTISEMENT
બી કેટેગરી- સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર
ADVERTISEMENT
સી કેટેગરી- રિંકુ સિંહ, તિલક વર્મા, રુતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસીદ ક્રિષ્ના, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, નીતિશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, આકાશ દીપ, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.