બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / જુઓ વિરાટ-ગંભીરના હાઈવોલ્ટેજ ઇન્ટરવ્યૂનું ટ્રેલર, માત્ર 100 સેકન્ડમાં, ફેન્સ વીડિયો જોવા ઉત્સુક
Last Updated: 12:38 PM, 18 September 2024
ચેન્નઈમાં બાંગ્લાદેશ સાથેની પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર એક અલગ જ અવતારમાં જોવા મળ્યા. બંનેએ પત્રકાર બનીને એકબીજાનો 'મસાલેદાર' ઇન્ટરવ્યુ લીધો. આ દરમિયાન બંને ખેલાડીઓએ એકબીજાની શાનદાર ઇનિંગ્સનો પણ ઉલ્લેખ કર્યો. આ દરમિયાન કોહલીએ ગંભીરને કંઇક એવો સવાલ પૂછી લીધો કે જેના પર ગંભીર પોતાનું હસવું રોકી શક્યો નહીં અને ખડખડાટ હસી પાયો. ઇન્ટરવ્યુની શરૂઆતમાં કોહલીએ કહ્યું કે આ અમારા બંનેનો મસાલેદાર ઇન્ટરવ્યુ છે.
ADVERTISEMENT
A Very Special Interview 🙌
— BCCI (@BCCI) September 18, 2024
Stay tuned for a deep insight on how great cricketing minds operate. #TeamIndia’s Head Coach @GautamGambhir and @imVkohli come together in a never-seen-before freewheeling chat.
You do not want to miss this! Shortly on https://t.co/Z3MPyeKtDz pic.twitter.com/dQ21iOPoLy
BCCIએ આ ખાસ ઇન્ટરવ્યુનો વીડિયો જાહેર કર્યો છે. આ દરમિયાન આ બંને દિગ્ગજ ખેલાડીઓએ જણાવ્યું કે ક્રિકેટના મેદાન પર તેમનું માઇન્ડ કેવી રીતે કામ કરે છે. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીનો આ પ્રકારનો કદાચ પહેલો વીડિયો ઇન્ટરવ્યુ છે. જ્યાં તેઓ એકબીજાને સવાલો કરતા જોવા મળ્યા. જણાવી દઈએ કે કોહલી અને ગંભીર વચ્ચે IPL 2023 અને તે પહેલા 2013માં લડાઈ થઈ હતી. પરંતુ IPL 2024 અને ટીમ ઇન્ડિયાના હેડ કોચ બન્યા બાદ કોહલી અને ગંભીર વચ્ચે જોરદાર બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
આ દરમિયાન હેડ કોચ ગંભીરે વિરાટ કોહલીના ઓસ્ટ્રેલિયા પ્રવાસને યાદ કર્યો, જ્યાં કિંગ કોહલીએ રનનો વરસાદ કરી દીધો હતો. 2014-15ના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વિરાટ કોહલીએ 692 રન બનાવ્યા હતા, જેમાં ચાર સદી સામેલ હતી. સાથે જ ગંભીરે નેપિયરમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પોતાની ઇનિંગ્સની પણ ચર્ચા કરી. જ્યાં તે સતત બે દિવસ સુધી અડગ રહ્યા, પરિણામે ભારતે તે મેચને ડ્રો કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
તે મેચમાં ન્યૂઝીલેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 619 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 305 રન બનાવી શકી હતી, જે બાદ ન્યુઝીલેન્ડે ફોલોઓન આપ્યું. ગંભીરે બીજી ઇનિંગમાં 436 બોલમાં 137 રન બનાવ્યા અને બે દિવસના સમયગાળામાં 643 મિનિટ સુધી ઇનિંગ રમી. બાદમાં વેલિંગ્ટનમાં વધુ એક ડ્રો બાદ ભારતે સીરીઝ 1-0થી જીતી લીધી હતી. કોહલી સાથે વાત કરતા ગંભીરે કહ્યું કે તેમને નથી લાગતું કે તેઓ તેમના જીવનમાં ફરી ક્યારેય આવું કરી શકશે. તેઓ કદાચ ફરી ક્યારેય આવા ઝોનમાં આવી શકશે નહીં.
આ પણ વાંચો: 'તેઓને મજા કરવા દો, જોઇ લઇશું', ચેન્નઇ ટેસ્ટ પહેલા બાંગ્લાદેશને રોહિત શર્માની વોર્નિંગ
મેદાન પર થયેલા વિવાદ પર ગંભીર-કોહલીએ શું કહ્યું?
આ દરમિયાન કિંગ કોહલીએ ગૌતમ ગંભીરને પૂછ્યું કે જ્યારે તમે વિપક્ષી ટીમના ખેલાડીઓ સાથે વાત (વિવાદ) કરો છો, ત્યારે શું એવું લાગે છે કે તમે તમારા ઝોનમાંથી બહાર જઈ રહ્યા છો કે તેનાથી તમને વધુ પ્રેરણા મળે છે? આ સાંભળીને ગંભીરે કોહલીને કહ્યું- મારા કરતા વધારે વિવાદ તો તમારે થાય છે. મને લાગે છે કે આનો જવાબ તમે વધુ સારી રીતે આપી શકશો. આટલું કહેતાં જ બંને હસવા લાગ્યા. ત્યારબાદ કોહલીએ હસીને ગંભીરને કહ્યું- હું તો એ શોધી રહ્યો છું કે કોઈ મારી સાથે સહમત થાય છે કે નહીં. હું એમ નથી કહેતો કે આ ખોટું છે, પણ કોઈ તો કહે કે 'હા' આવું જ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Women T20 World Cup / પાકિસ્તાન હારતા જ ટીમ ભારતનું સેમીફાઇનલનું સપનું ચકનાચૂર, ન્યૂઝીલેન્ડ 54 રને જીત્યું
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.