Cricket tournament of MLAs will be held in Gandhinagar
SHORT & SIMPLE /
ઐતિહાસિક: ગુજરાત વિધાનસભા બાદ હવે પીચ પર ધારાસભ્યો મારશે ચોગ્ગા-છગ્ગા, જાણો તારીખથી લઇને ફૂલ શિડ્યુલ
Team VTV03:03 PM, 18 Mar 23
| Updated: 03:05 PM, 18 Mar 23
ગાંધીનગર ખાતે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ધારાસભ્યોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ મેચ 20 માર્ચે અને ફાઇનલ મેચ 28 માર્ચે રમાશે.
20 માર્ચે વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મેચનું આયોજન
28 માર્ચે રાત્રે 10.00 વાગ્યે રમાશે ફાઇનલ મેચ
ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ધારાસભ્યો દ્વારા એક સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં તમામ ધારાસભ્યોએ એકબીજાને કલર લગાવી ધૂળેટીની ઉજવણી કરી હતી. એવામાં હવે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ધારાસભ્યોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે.
નદીઓના નામ પર રખાયા છે ટામોના નામ
ગાંધીનગરના સેક્ટર 21 ખાતે બનાવવામાં આવેલા નવા ક્રિકેટ સ્ટેડિમય ખાતે 'સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2022-23'નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 20 તારીખે ગાંધીનગરના ક્રિકેટ મેદાનમાં ધારાસભ્યો ચોગ્ગા અને છગ્ગા ફટકારતા જોવા મળશે. ધારાસભ્યોની ટીમમાં વિધાનસભાના અધિકારી અને કર્મચારીઓ પણ જોડાશે. આપને જણાવી જઈએ કે, આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ધારાસભ્યોની 9 ટીમ બની છે. ધારાસભ્યોની આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમના નામ પણ નદીઓના નામ પર રાખવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટની શરૂઆત 20 માર્ચથી થશે અને ફાઇનલ મેચ 28 માર્ચે રાત્રે 10.00 વાગ્યે રમાશે.
'સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2022-23'નું સંપૂર્ણ શિડ્યુલ