આ યુવતીના એક ફોન કોલથી શ્રીસંતે છોડી દીધો હતો સુસાઇડનો વિચાર

By : krupamehta 01:05 PM, 06 February 2019 | Updated : 01:05 PM, 06 February 2019
જ્યારે પણ ભારતમાં મેચ ફિક્સિંગની વાત થાય છે, તો પૂર્વ બોલર શાંતાકુમારન શ્રીસંતનું નામ જરૂરથી આવે છે. 
વર્ષ 2013માં આઇપીએન મેચ દરમિયાન સ્પોટ ફિક્સિંગના આરોપે શ્રીસંતનું સમગ્ર કરિયર બરબાદ કરી દીધું. સ્પોટ ફિક્સિંગમાં નામ આવ્યા બાદ દરેક લોકો શ્રીસંતથી દૂર રહેતા હતા, જો કે એક વ્યક્તિ એવી પણ હતી કે જેને દરેક મુશ્કેલીમાં એનો હાથ પકડીને રાખ્યો અને એને ભરોસો અપાવ્યો કે એ લાઇફમાં દરેક પગલે એની સાથે ઊભી છે. 

જયપુરના શેખાવત પરિવારથી તાલ્લુક રાખનાર રાજકુમારી ભુવનેશ્વરીને શ્રીસાંત સાથે ગાઢ સંબંધ હતો. જયપુરની રાજકુમારી અને શ્રીસંતની વચ્ચે લવ સ્ટોરીની શરૂઆત એ જ સમયે થઇ હતી, જ્યારે શ્રીસંતે એના કરિયરની શરૂઆત કરી હતી. વાસ્તવમાં શ્રીસંત પોતાની શરૂઆતની મેચ રમવા જયપુર ગયો હતો. 
એ દરમિયાન એક જ્વેલરી શોપ પર શ્રીસંતની મુલાકાત ભુવનેશ્વરી સાથે થઇ. ધીરે ધીરે આ મુલાકાત પ્રેમમાં બદલાઇ ગઇ. 

તમને જાણીને નવાઇ લાગશે કે આ બંને વચ્ચે આશરે 6 વર્ષ સુધી અફેર રહ્યું અને પછી શ્રીસંતે 12 ડિસેમ્બર 2013 એ ભુવનેશ્વરી કુમારી સાથે લગ્ન કરી લીધા હતા. બંનેના લગ્ન કેરળના શ્રીકૃષ્ણ મંદિરમાં થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શ્રીસંત અને એવી ગર્લફ્રેન્ડ ભુવનેશ્વરીના લગ્ન પહેલા સપ્ટેમ્બર 2013માં થવાના હતા, પરંતુ સ્પોટ ફિક્સિંગમાં ઘેરાયેલા શ્રીસંત પર એ જ મહિને આજીવન બેન લાગી ગયો અને શ્રીસંત ખૂબ જ પરેશાન રહેવા લાગ્યો.

આ એ જ વર્ષ હતું જ્યારે શ્રીસંત પર આજીવન બેન લગાવી દેવામાં આવ્યો હતો. શ્રીસંતે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'બેન લાગ્યા બાદ હું ખૂબ જ એકલો પડી ગયો હતો. એ સમયે મારી લાઇફ ટૂંકાવવાનું વિચારી રહ્યો હતો. એ ખરાબ સમયમાં મારા માતા પિતા માટે પણ ખૂબ વિચાર્યું અને પછી વિચાર્યું એમના 3 બીજા બાળકો પણ છે. જો હું નહીં રહું તો પણ મારા વગર રહી શકશે. એ દરમિયાન ભુવનેશ્વરીના પિતાએ મને ફોન કરીને જણાવ્યું કે ભુવનેશ્વરી હજુ પણ તારી સાથે લગ્ન કરવા ઇચ્છે છે અને ત્યારબાદ હું એની સાથે લગ્ન કર્યા વગર આ દુનિયાને છોડીને જઇ શકતો નહતો' Recent Story

Popular Story