બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / આજની તારીખે જ ભારતે રોળ્યું હતું ઇન્ડીઝનું સપનું, કપિલ દેવની કેપ્ટનશીપમાં પહેલીવાર બન્યું હતું ચેમ્પિયન
Last Updated: 01:06 PM, 25 June 2025
ભારતના સ્પોર્ટ્સ ઈતિહાસમાં આજની તારીખ સુવર્ણ અક્ષરોથી લખાઈ ગઈ હતી. કેમ કે આજની તારીખે એટલે કે 25 જૂન 1983માં ભારતીય ક્રિકેટ ટીમ લોર્ડ્સમાં પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ભારતે ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝને 43 રને હરાવીને પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. આ ટુર્નામેન્ટ દરમિયાન ભારતીય ટીમે અપસેટ સર્જીને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ જેવી મોટી ટીમોને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન તરીકે ઉભરી આવી હતી.
ADVERTISEMENT
આ ફાઇનલમાં એક તરફ બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ ટીમ હતી, અને બીજી તરફ ભારતીય ટીમ હતી, જેને છેલ્લા બે વર્લ્ડ કપ (1975, 1979) માં ખરાબ પ્રદર્શન કર્યું હતું. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. જેમાં ભારતની ટીમ 54.4 ઓવરમાં માત્ર 183 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. યાદ રહે કે, તે વખતે 60 ઓવરની વનડે મેચ રમાતી હતી. જેમાં ભારત માટે કૃષ્ણમાચારી શ્રીકાંતે સૌથી વધુ 38 રન બનાવ્યા, જે ફાઇનલનો સૌથી વધુ પર્સનલ સ્કોર સાબિત થયો હતો.
ADVERTISEMENT
વેસ્ટ ઇન્ડીઝ માટે આ કોઈ મોટો ટાર્ગેટ નહતો. પરંતુ બલવિંદર સિંહ સંધુએ ગોર્ડન ગ્રીનિજને માત્ર એક રન પર આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી હતી. કેરેબિયન ટીમને ફક્ત પાંચના સ્કોર પર આ ઝટકો લાગ્યો હતો. ત્યાર બાદ વિવિયન રિચાર્ડ્સે આક્રમક બેટિંગ કરી અને 33 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
પીચ ઉપર સેટ થઈ ગયેલા રિચાર્ડ્સે મદન લાલના બોલ પર અચાનક મિડ-વિકેટ તરફ એક ઊંચો શોટ માર્યો હતો. કપિલે પોતાની પાછળની તરફ લાંબી દોડ લગાવી આ શાનદાર કેચ પકડી લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે 57 રનના સ્કોર પર પોતાની ત્રીજી વિકેટ ગુમાવી દીધી. આ વિકેટ સાથે ભારતીય ટીમનો ઉત્સાહ બમણો થઈ ગયો.
ADVERTISEMENT
રિચાર્ડ્સ આઉટ થતાં જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ વેરાવા લાગી હતી. એક સમયે 76 રનમાં 6 વિકેટ પડી ગઈ હતી. આખરે આખી ટીમ 52 ઓવરમાં 140 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. છેલ્લી વિકેટ તરીકે માઈકલ હોલ્ડિંગની વિકેટ પડી ગઈ અને લોર્ડ્સનું મેદાન ભારતના વિજયના સેલિબ્રેશનમાં ડૂબી ગયું હતું. મદન લાલે 31 રનમાં ત્રણ વિકેટ, મોહિન્દર અમરનાથે 12 રનમાં ત્રણ વિકેટ અને સંધુએ 32 રનમાં બે વિકેટ લઈને વેસ્ટ ઇન્ડીઝ ખેલાડીઓને તંબુ ભેગા કર્યા હતા.
ADVERTISEMENT
સેમિફાઇનલ બાદ મોહિન્દર અમરનાથ ફાઇનલમાં તેમના ઓલરાઉન્ડ પ્રદર્શન (26 રન અને 3 વિકેટ) માટે 'મેન ઓફ ધ મેચ' પણ રહ્યા હતા. આ ઐતિહાસિક સફળતા બાદ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાની ટીમે 28 વર્ષ પછી 2011 માં ફરીથી ODI વર્લ્ડ કપ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.