Cricket News Pakistan Cricket Team: પાકિસ્તાની પ્લેયર્સની ફરિયાદ છે કે બોર્ડ તેમને જેટલી સેલેરી આપે છે તેની લગભગ અડધી જ તેમને મળી શકે છે. તેનું કારણ છે ભારે ટેક્સ ડિડક્શન.
પાકિસ્તાની ખેલાડીઓની PCBને ખુલ્લી ચેતવણી
પાકિસ્તાની પ્લેયર્સને નથી મળી રહી પુરી સેલેરી
ભારે ટેક્સ ડિડક્શનના કારણે મળે છે અડધી સેલેરી
પાકિસ્તાની ક્રિકેટ ટીમના ખેલાડીઓની હાલત ખરાબ છે. એક રિપોર્ટ અનુસાર દેશના ખેલાડીઓને છેલ્લા ચાર મહિનાથી પીસીબીની તરફથી મેચ ફી અને દર મહિને મળતા પૈસા નથી મળ્યા.
WC પહેલા કોન્ટ્રેક્ટ નહીં
ભારતમાં 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ રમાશે અને તેના પહેલા ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળે તેની સંભાવના જોવા નથી મળી રહી. પાકિસ્તાન ટીમને બે દિવસ બાદ ભારત માટે રવાના થવાનું છે અને તેના પહેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને લઈને પીસીબીની સાથે થયેલી બેઠકમાં કોઈ પોઝિટિવ વાત સામે નથી આવી.
ઘર ચલાવવું મુશ્કેલ
તેના કારણે ઘણા ખેલાડીઓની સ્થિતિ પર અસર પડી છે. ખાસ કરીને એ યુવા ક્રિકેટરોની સ્થિતિ સારી નથી જે હાલ આર્થિક તંગી સાથે ઝઝમી રહ્યા છે. અત્યાર સુધી તે ચુપચાપ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા હતા. પરંતુ હવે તેઓ ખુલીને સામે આવવાનું વિચારી રહ્યા છે.
PCBને ધમકી
રિપોર્ટ અનુસાર પાકિસ્તાની ક્રિકેટર પાકિસ્તાન તરફથી પૈસા વગર રમવા માટે તૈયાર છે પરંતુ ખેલાડી ટીશર્ટ પર સ્પોન્સરના લોગો લગાવવાનો ઈનકાર કરી શકે છે.
ICC ઈવેન્ટ્સનો બહિષ્કાર
આ ક્રિકેટરોએ સાથે જ કહ્યું છે કે ખેલાડી કોઈ પણ પ્રકારના પ્રમોશનલ ઈવેન્ટ્સમાં ભાગ નહીં લે. તેમણે કહ્યું છે કે વર્લ્ડ કપ વખતે તે આઈસીસીના કમર્શિયલ પ્રમોશન્સમાં ભાગ લેવાનો ઈનકાર કરી શકે છે.
રિપોર્ટ અનુસાર ત્રણ ફોર્મેટમાં મુખ્ય ક્રિકેટરોને 45 લાખ પાકિસ્તાની રૂપિયા મળશે. પરંતુ ખેલાડીઓનું માનવું છે કે ટેક્સ કપાવ્યા બાદ આ 22થી 23 લાખ પાકિસ્તાની રૂપિયા જ રહેશે. માટે ખેલાડી વધારે પૈસા માંગી રહ્યા છે.
ખેલાડી માંગી રહ્યા છે વધારે ભાગીદારી
પાકિસ્તાની ખેલાડીઓની સાથે જ માંગ છે તે તેમને પીસીબીને આઈસીસી અને સ્પોન્સરો પાસેથી જે રેવેન્યૂ મળે છે તેમાંથી પણ ભાગ આપવામાં આવે. પીસીબીનું હાલ માનવું છે કે બોર્ડની જે ડીલ છે તે બરાબર છે.