બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / એમ.એસ ધોનીએ મૌન તોડ્યું, IPLમાંથી નિવૃત્તિને લઈને આપી દીધુ મોટું નિવેદન
Last Updated: 01:53 PM, 23 March 2025
એમએસ ધોની ફરી એકવાર આઈપીએલમાં રમવા માટે તૈયાર છે. તે આ સિઝનમાં પોતાની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમશે. આ મેચ પહેલા ધોનીએ પોતાની નિવૃત્તિ પર મોટું નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
ક્રિકેટ ચાહકો દર વર્ષે આઇપીએલની આતુરતાથી રાહ જોતા હોય છે. આનું સૌથી મોટું કારણ એમએસ ધોની પણ છે. એમએસ ધોનીએ વર્ષ 2020 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. હવે તે ફક્ત IPL માં જ રમતો જોવા મળે છે. આ તેની IPLમાં 18મી સીઝન છે. ધોની આજે એટલે કે 23 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની આ મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ સીઝન શરૂ કરતા પહેલા ધોનીએ સંન્યાસ અંગે એક મોટું નિવેદન આપ્યું છે અને તેની ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરી છે.
ADVERTISEMENT
એમએમ ધોનીએ સંન્યાસ અંગે મોટું નિવેદન આપ્યું
છેલ્લા 2-3 વર્ષથી દરેક સીઝનમાં એવો માહોલ બનતો રહ્યો છે કે ધોની કદાચ છેલ્લી વખત આ લીગમાં રમતા જોવા મળશે. ગઈ સિઝનમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. પરંતુ તેણે સિઝનના અંત સુધીમાં તે અહેવાલોને ફગાવી દીધા હતા. તે હાલમાં 43 વર્ષનો છે અને આ સિઝનનો સૌથી વધુ ઉમરનો ખેલાડી પણ છે. આવી સ્થિતિમાં ફરી એકવાર પ્રશ્ન એ ઉભો થાય છે કે શું આ ધોનીની આઈપીએલમાં છેલ્લી સીઝન છે. જોકે આ વખતે ધોનીએ સીઝનની શરૂઆતમાં જ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.
જિયોહોટસ્ટાર સાથેના એક ઇન્ટરવ્યુમાં એમએસ ધોનીએ નિવૃત્તિ અંગે મોટું નિવેદન આપ્યું. તેના નિવેદન પરથી એવું માનવામાં આવે છે કે તે આગળ પણ IPLમાં રમવાનું ચાલુ રાખશે. વાસ્તવમાં ધોનીએ કહ્યું છે કે તે ઇચ્છે ત્યાં સુધી CSK માટે રમી શકે છે. તેની પોતાની ટીમ છે. એમએસ ધોનીએ કહ્યું, 'હું ઇચ્છું ત્યાં સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી શકું છું.' આ મારી ફ્રેન્ચાઇઝી છે. જો હું વ્હીલચેર પર હોઉં તો પણ CSK મને ખેંચીને લઈ જશે.
આ પણ વાંચોઃ સંઘર્ષ / બાળપણમાં માતાનું અવસાન, પિતાએ બીજા લગ્ન કર્યા, કાકાએ ઉછેર કર્યો, હવે રમશે IPL
ગાયકવાડે પણ ધોની પર મોટું નિવેદન આપ્યું
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે પણ ધોની પર મોટું નિવેદન આપ્યું છે. ગાયકવાડે કહ્યું કે એમએસ ધોનીને લીગમાં હજુ ઘણા વર્ષો સુધી રમવાનું છે. તેમણે સચિન તેંડુલકરનો ઉલ્લેખ કરતા આ વાત કહી. ગાયકવાડે કહ્યું, 'જો તમે જુઓ તો સચિન તેંડુલકર 50 વર્ષની ઉંમરે પણ ખૂબ સારી બેટિંગ કરી રહ્યા છે.' તેથી મને લાગે છે કે ધોની માટે હજુ ઘણા વર્ષો બાકી છે. તમને જણાવી દઈએ કે, સચિન તાજેતરમાં જ ઇન્ટરનેશનલ માસ્ટર લીગમાં રમ્યો હતો. જ્યાં તેણે કમાલની રમત બતાવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.