Team VTV10:29 AM, 19 Feb 22
| Updated: 03:43 PM, 19 Feb 22
ભારતીય ટીમના ધુરંધર બેટ્સમેન વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટી-ટ્વેન્ટી અગાઉ આરામ આપવામાં આવ્યો છે. બીજી ટી-ટ્વેન્ટીમાં તેણે શાનદાર ફિફ્ટી મારીને ફોર્મ મેળવ્યું હતું.
ત્રીજી ટી ટ્વેન્ટીમાં નહીં રમે વિરાટ કોહલી
બીજી મેચમાં મારી શાનદાર સદી
બાયો બબલમાંથી આરામ આપવા માટે લેવાયો નિર્ણય
ત્રીજી t20 માં વિરાટને બ્રેક
કોલકાતામાં રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી ટી-20 સીરિઝમાં છેલ્લી મેચમાં વિરાટ કોહળીને બ્રેક આપવામાં આવ્યો છે.
એક સમાચાર એજન્સી મુજબ વિરાટ કોહલીને શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ પહેલા રવિવારે રમાવા જનાર ત્રીજી ટી-20 મેચ અગાઉ બાયો બબલથી આરામ આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. વિરાટ કોહલી હવે પોતાના ઘરે જવા માટે રવાના થયો હોવાના સમાચાર પણ આવી રહ્યા છે.
Virat Kohli given bio-bubble break by BCCI, leaves for home before third T20I against West Indies
બીજી ટી ટ્વેન્ટી મેચમાં ભારતે રોમાંચક વિજય મેળવ્યો હતો. જેમાં વિરાટે પોતાના જૂનાં અને જાણીતા ફોર્મમાં પરત ફરતા કેટલાક દર્શનીય શોટ્સ ફટકાર્યા હતા. અને શાનદાર ફિફ્ટી ફટકારી હતી.
વિરાટ છેલ્લા ઘણા સમયથી સદી નથી મારી શક્યો. ચહકોને તેની સદીનો ઇંતેજાર છે. કોહલી તેના ટ્રેન્ડમાર્ક ફોર્મમાં પરત ન ફરે તો ટીમમાં પણ તેનું સ્થાન જોખમાઈ શકે છે.
બીજી ટી ટ્વેન્ટીમાં ભારતનો વિજય
વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખૂબ જ ખરાબ રહી, જ્યારે ઓપનર કાઈલ મેયર્સ માત્ર 9 રન બનાવીને યુઝવેન્દ્ર ચહલનો શિકાર બન્યો, પરંતુ તે પછી તે ક્રિઝ પર આવ્યો. નિકોલસ પૂરને શાનદાર બેટિંગ કરતા 62 રન બનાવ્યા હતા. રોમેન પોવેલે પણ 68 રન બનાવ્યા હતા. તેના કારણે જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ લક્ષ્યની નજીક પહોંચી શકી હતી. બ્રેન્ડન કિંગે 22 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી છે. હર્ષલ પટેલે છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરીને વેસ્ટ ઈન્ડિઝના મોંમાંથી જીત છીનવી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 25 રનની જરૂર હતી, પરંતુ ટીમ 16 રન જ બનાવી શકી હતી. ભારતે આ મેચ 8 રને જીતી લીધી હતી.
પંત-કોહલીએ પોતાની તાકાત બતાવી
આ મેચમાં ભારતના બેટ્સમેનોએ શાનદાર રમત બતાવી હતી. સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 41 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેણે મેદાનની ચારે બાજુ સ્ટ્રોક લગાવ્યા. કેપ્ટન રોહિત શર્મા સારી ધૂન સાથે રમતો જોવા મળ્યો હતો, પરંતુ તે કોઈ મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. તેણે 18 બોલમાં 19 રન બનાવ્યા હતા. ઈશાન કિશન ફરી એકવાર ફ્લોપ રહ્યો અને કોઈ ચમત્કાર બતાવી શક્યો નહીં. કિશન માત્ર 2 રન બનાવી શક્યો હતો. સૂર્યકુમાર યાદવે 8 રનનું યોગદાન આપ્યું હતું. વેંકટેશ અય્યરે 18 બોલમાં 33 રન બનાવ્યા હતા. અંતમાં ઋષભ પંતે આક્રમક ઇનિંગ રમતા 28 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેણે પોતાની તોફાની શૈલીમાં અડધી સદી પૂરી કરી. આ બેટ્સમેનોની મદદથી ભારતે 186 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝના બોલરો આ મેચમાં કોઈ ચમત્કાર બતાવી શક્યા ન હતા, પરંતુ રોસ્ટન ચેઝે વેસ્ટ ઈન્ડિઝની ટીમને વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ચાર ઓવરમાં 25 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સાથે જ શેલ્ડન કોટ્રેલે એક વિકેટ લીધી હતી. ભારતે વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો. IPL મેગા ઓક્શનમાં સૌથી મોંઘા સેલર રોમારીયો શેફર્ડ માત્ર 1 વિકેટ લઈ શક્યો.