બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારતીય પીચ પર ICCનું હંટર! રેટિંગ કર્યું જાહેર, આ સ્ટેડિયમની પિચ સૌથી બેસ્ટ
Last Updated: 12:33 PM, 8 November 2024
ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ ઘર પર બે ટેસ્ટ સીરિઝ રમી છે. પહેલી ટેસ્ટ સીરિઝમાં બાંગ્લાદેશ અને બીજીમાં ન્યુઝીલેન્ડથી ભારતીય ટીમનો સામનો થયો હતો. જ્યારે બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતે સીરિઝમાં જીત મેળવી હતી, ત્યારે ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાએ ખૂબ જ ખરાબ હાર મળી હતી. ત્યારે હવે ભારતીય પિચોને લઈને ICCએ તાજી રેટિંગ જાહેર કરી છે. જેમાં ભારતીય પિચોની હાલત ખૂબ જ ખરાબ હતી. ઘણી પિચોને તો ICCએ ખૂબ મુશ્કેલ પાસ કરી.
ADVERTISEMENT
ICC RATINGS ON PITCHES FOR INDIA HOME TEST SEASON: [PTI]
— Johns. (@CricCrazyJohns) November 7, 2024
Chepauk - Very Good
Chinnaswamy - Satisfactory
Pune - Satisfactory
Wankhede - Satisfactory
Outfield of Green Park - Unsatisfactory pic.twitter.com/0QiZxDO3EP
કાનપુર પિચ છે સૌથી ખરાબ
ADVERTISEMENT
કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમની આઉટફિલ્ડને ICC પાસેથી ખરાબ રેટિંગ મળી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ મેચના પહેલા દિવસે માત્ર 35 ઓવર રમાઈ હતી, જ્યારે બીજા દિવસે કે ત્રીજા દિવસે કોઈ રમત નહોતી થઈ, ત્રીજા દિવસે નિર્ધારિત સમય દરમિયાન વરસાદ પડ્યો ન હતો. મેચ પહેલા રાજ્યના લોક નિર્માણ વિભાગના ગ્રીન પાર્ક સ્ટેડિયમના એક સ્ટેન્ડને અસુરક્ષિત મનાવામાં આવ્યો હતો.
ચેન્નઈની પિચ છે સૌથી બેસ્ટ
ICC એ DIV ના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પિચને ખૂબ સારી કહી છે. આ પિચ પર ભારત અને બાંગ્લાદેશની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમાઈ હતી. આ સિવાય સીરિઝમાં ઉપયોગ કરેલી અન્ય ચાર ઘરેલુ પિચોને ખરાબ જણાવી છે.
3 પિચોને જણાવી ખૂબ ખરાબ
ન્યુઝીલેન્ડ સાથે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયા 3-0 થી હારી હતી. સીરિઝની પહેલી પેચ બેંગલુરુના ચિન્નાસ્વામી, બીજી મેચ મહારાષ્ટ્રના પૂણે ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ અને ત્રીજી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ ત્રણેય પિચોને ICC દ્વારા ખૂબ ખરાબ રેટિંગ આપવામાં આવી છે. બેંગલુરુ પિચ પર તો ટીમ ઈન્ડિયા પહેલી ઇનિંગમાં ન્યુઝીલેન્ડ સામે માત્ર 46 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય પીચો પર ICC દ્વારા આપવામાં આવેલા રેટિંગ બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટ, BCCI અને સ્થાનિક ક્યુરેટર્સ બહુ ખુશ નહીં હોય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચેમ્પિયન ટ્રોફિ 2025 / ભારત-બાંગ્લાદેશની મેચ પર વાદળો ઘેરાયા, શું વરસાદ બનશે વિલન, ભવિષ્યવાણીથી ચાહકો ચિંતામાં
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.