બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'મને અડધી રાત્રે રોહિતે મેસેજ કરી રૂમમાં બોલાવ્યો હતો', પૂર્વ ગુજરાતી ક્રિકેટરે કર્યો પ્લાનિંગનો ખુલાસો

સ્પોર્ટ્સ / 'મને અડધી રાત્રે રોહિતે મેસેજ કરી રૂમમાં બોલાવ્યો હતો', પૂર્વ ગુજરાતી ક્રિકેટરે કર્યો પ્લાનિંગનો ખુલાસો

Last Updated: 03:22 PM, 13 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rohit Sharma Piyush Chawla: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર પીયુષ ચાવલાએ હાલમાં જ રોહિત શર્મા સાથે જોડાયેલો એક મહત્વનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે રોહિતે મોડી રાત્રે મેસેજ કર્યો હતો.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના વખાણ ઘણા ખેલાડી કરી ચુક્યા છે. ભારતે રોહિતની કેપ્ટન્સીમાં ટી20 વિશ્વ કપ 2024ની ટ્રોફી જીતી. સાથે જ વનડે વિશ્વ કપ 2023ના ફાઈનલ સુધી પણ પહોંચ્યા. રોહિતનો સાથી ખેલાડીઓ સાથે ખૂબ સારો સંબંધ રહ્યો છે.

હાલમાં જ પૂર્વ ભારતીય ક્રિકેટર પીયુષ ચાવલાએ રોહિતને લઈને એક મહત્વનો ખુલાસો કર્યો છે. ચાલવાએ જણાવ્યું કે રોહિત કયા પ્રકારની ટીમ માટે વિચારે છે. રોહિતે તેમને એક વખત મોડી રાત્રે મેસેજ કર્યો હતો.

Rohit-Sharma-India-Sri-Lanka-ODI

અડધી રાત્રે મેસેજ કરી બોલાવ્યો

પીયુષ ચાવલાએ રોહિતને લઈને કહ્યું કે તે કેપ્ટન નહીં પરંતુ લીડર છે. ચાવલાએ હાલમાં જ શુભાંકર મિશ્રાના યુટ્યુબ ચેનલ પર કહ્યું, "તેમણે મને એક વખત રાત્રે લગભગ બે-અઢી વાગે મેસેજ કર્યો. કંઈક વાત કરવાની છે આવી જાઓ. તેમણે મને પેપર પર પિચ બનાવીને ફિલ્ડિંગ સેટ કરવાને લઈને વાત કરી. વોર્નર માટે કે કોઈ બીજા માટે, એ યાદ નથી. તમે વિચારો રાત્રે પણ તેનું મગર અહીં ચાલી રહ્યું છે કે જો પીયુષ ચાવલા બોલિંગ કરશે તો તેનું બેસ્ટ કેવી રીતે બહાર કાઢવામાં આવે. આ ખૂબ જ સારી વાત છે."

piyush-2

વધુ વાંચો: 'ગુજરાતી સાથે પંગો નહીં' કરણ જોહરના પ્રોડક્શન હાઉસ સાથે ઈન્ફ્લૂએન્સર લીધો હતો બદલો

PROMOTIONAL 9

કેપ્ટન નહીં લીડર છે રોહિત

ચાલવાએ કહ્યું, "એક કેપ્ટન હોય છે અને એક લીડર હોય છે. કોહિત શર્મા કેપ્ટન નહીં લીડર છે. તે જે પ્રકારે બેટિંગ કરે છે કે આવનાર લોકો માટે સરળ થઈ જાય. તે પહેલાથી બધુ સેટ કરી દે છે. મેં તેના સાથે ઘણી મેચ રમી છે. અમે ફક્ત ગ્રાઉન્ડ પર નથી મળતા. પરંતુ ઓફ ધ ફિલ્ડ બેસી ગયા કે ટીમ રૂમમાં ચર્ચા ચાલી રહી હોય."

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cricket News Piyush Chawla Rohit Sharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ