બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારત - ઇંગ્લેન્ડને પછાડી નેધરલેન્ડ્સે વનડે ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, પહેલીવાર કર્યો આ કારનામો
Last Updated: 04:15 PM, 13 June 2025
નેધરલેન્ડ્સે ODI ક્રિકેટના ઇતિહાસમાં એક રેકોર્ડ બનાવ્યો છે. એક જ ઝટકામાં નેધરલેન્ડ્સે ભારત અને ઈંગ્લેન્ડ જેવી મોટી ટીમોને પાછળ છોડી દીધી છે. નેધરલેન્ડ્સનો સામનો ICC ક્રિકેટ વર્લ્ડ કપ લીગ માટે સ્કોટલેન્ડ સામે થયો હતો. આ રોમાંચક મેચમાં બેટ્સમેનોએ પોતાનો જલવો બતાવ્યો હતો. આ મેચમાં બંને ટીમોએ મળીને 743 રન બનાવ્યા, પરંતુ અંતે નેધરલેન્ડ્સ જીતી ગયું હતું. નેધરલેન્ડ્સની આ ઐતિહાસિક જીતમાં મેક્સ ઓ'ડોઉડે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ADVERTISEMENT
Max O'Dowd's sensational innings against Scotland in #CWCL2 helped Netherlands seal their second-highest run chase in ODIs 🔥#SCOvNED 📝: https://t.co/HBHkuTl5d6 pic.twitter.com/MWibkq7dZx
— ICC (@ICC) June 12, 2025
ADVERTISEMENT
બીજી ઇનિંગમાં નેધરલેન્ડ્સે 49.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને આ મોટો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. ODI ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર નેધરલેન્ડ્સે 300 થી વધુના ટાર્ગેટનો પીછો કર્યો છે. નેધરલેન્ડ્સ તરફથી બેટિંગ કરતા મેક્સ ઓ'ડોઉડે 130 બોલમાં 158 રન બનાવ્યા હતા. તેજાએ 42 બોલમાં 51 રન અને નુહ ક્રોઝે 50 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.