બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / VIDEO : આઉટ થવા પર વૈભવ સૂર્યવંશી રડી પડ્યો! કરી દેખાડ્યો આ કમાલ

IPL 2025 / VIDEO : આઉટ થવા પર વૈભવ સૂર્યવંશી રડી પડ્યો! કરી દેખાડ્યો આ કમાલ

Last Updated: 09:11 AM, 20 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan Royals vs Lucknow Super Giants : લખનૌ સામે આઉટ થયા પછી પેવેલિયન પરત ફરતી વખતે વૈભવ સૂર્યવંશી ખૂબ જ ભાવુક દેખાતો હતો.

Vaibhav Suryavanshi, Rajasthan Royals vs Lucknow Super Giants : લખનૌ સામે આઉટ થયા પછી પેવેલિયન પરત ફરતી વખતે વૈભવ સૂર્યવંશી ખૂબ જ ભાવુક દેખાતો હતો. આ સમયગાળાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે.

જે ઉંમરે બાળકો રીલ્સ સ્ક્રોલ કરી રહ્યા હતા, પડોશમાં પ્લાસ્ટિક બોલથી રમી રહ્યા હતા, તે ઉંમરે આ ખેલાડી વિશ્વની સૌથી મોટી લીગમાં 30,000 લોકોની ભીડ સામે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરી રહ્યો હતો. આ બીજું કોઈ નહીં પણ બિહારનો આશાસ્પદ ક્રિકેટર વૈભવ સૂર્યવંશી છે. જેની ઉંમર માત્ર 14 વર્ષની છે. ગઈકાલે (19 એપ્રિલ 2025), તેણે માત્ર 14 વર્ષની ઉંમરે લખનૌ સામે રાજસ્થાન રોયલ્સ માટે IPLમાં પ્રવેશ કર્યો હતો. ઈજાગ્રસ્ત કેપ્ટન સંજુ સેમસનના સ્થાને પ્લેઈંગ 11માં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પહેલા જ બોલ પર સિક્સર ફટકારી

વૈભવ સૂર્યવંશીએ પોતાના ડેબ્યૂના પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને ક્રિકેટમાં પ્રવેશની જાહેરાત કરી. તેણે વિરોધી ટીમ તરફથી ઇનિંગની પહેલી ઓવર ફેંકનાર શાર્દુલ ઠાકુરના ચોથા બોલ પર કવર ઓવરમાં સિક્સ ફટકારીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. આ પછી તેણે અવેશ ખાન અને દિગ્વેશ રાઠીના બોલને પણ બાઉન્ડ્રી લાઇનની બહાર મોકલી દીધા.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

આ પણ વાંચોઃ IPL 2025 / IPLની ડેબ્યૂ મેચ, પહેલા બોલ પર જ ફટકારી સિક્સ, 14 વર્ષનો વૈભવ છવાયો, જુઓ વીડિયો

આઉટ થયા પછી વૈભવ ભાવુક થઈ ગયો

મેચ દરમિયાન લક્ષ્યનો પીછો કરતી વખતે વૈભવે માત્ર 20 બોલમાં ઝડપી 34 રન બનાવીને રાજસ્થાનને ઝડપી શરૂઆત અપાવી. તે ધીરેધીરે આગળ વધી રહ્યો હતો. પરંતુ ઇનિંગની નવમી ઓવરમાં એડન માર્કરામનો બોલ રમવાનો પ્રયાસ કરતી વખતે તે પંતના બોલ પર સ્ટમ્પ આઉટ થયો. જે બાદ તે પોતાની જાતથી નિરાશ જોવા મળ્યો. આ દરમિયાન જ્યારે તે પેવેલિયન પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન તે ખૂબ જ ભાવુક અને આંખોમાંથી આંસુ લૂછતા જોવા મળ્યો. જે કેમેરામાં કેદ થઈ ગયું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

lucknow super giants Vaibhav Suryavanshi CRICKET
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ