બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / IPL 2025ના 5 દિવસ પહેલા વેચાઈ ગઈ આ મોટી ટીમ, હવે આ કંપની બની ફ્રેન્ચાઇઝીની માલિક

ક્રિકેટ / IPL 2025ના 5 દિવસ પહેલા વેચાઈ ગઈ આ મોટી ટીમ, હવે આ કંપની બની ફ્રેન્ચાઇઝીની માલિક

Last Updated: 11:49 PM, 17 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઇપીએલ 2025 સીઝન શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે પણ તે પહેલા એક મોટા સમાચાર આવ્યા છે.

બીસીસીઆઇએ 2021 માં વિશ્વની સૌથી મશહૂર ટી20 લીગ આઇપીએલમાં બે નવી ટીમો ઉમેરી હતી. એક ગુજરાત ટાઇટન્સ અને બીજી લખનૌ સુપર જાયન્ટ્સ. આ બંને ટીમો આઇપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘી ફ્રેન્ચાઇઝી છે. પરંતુ હવે આમાંથી એક ફ્રેન્ચાઇઝીને નવો માલિક મળ્યો છે.

Gujarat-Titans1

આઇપીએલ 2025 સીઝન શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે પણ તે પહેલા એક મોટા સમાચાર આવ્યા છે. ટુર્નામેન્ટની 18મી સીઝન શરૂ થવાના માત્ર પાંચ દિવસ પહેલા લીગની એક મોટી ટીમ વેચાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ ભૂતપૂર્વ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને એક નવી કંપનીએ ખરીદી લીધી છે. ગુજરાતના પ્રખ્યાત ટોરેન્ટ ગ્રુપે 17 માર્ચના ગુજરાત ટાઇટન્સનું અધિગ્રહણ પૂર્ણ કર્યું. ગુજરાત ટાઇટન્સ 2021 માં આઇપીએલમાં જોડાયું. ત્યારે સીવીસી કેપિટલ્સે તેને 5600 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. ગુજરાતે 2022 માં તેની પહેલી સીઝનમાં જ ટાઇટલ જીત્યું હતું.

Gujarat-Titans

ટોરેન્ટે કેટલો હિસ્સો ખરીદ્યો?

સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ટોરેન્ટ ગ્રુપે સોમવારે ફ્રેન્ચાઇઝીના અધિગ્રહણની પૂર્ણતાની જાહેરાત કરી. અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રુપ ભારતની પાવર અને ફાર્મા ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાંની એક છે. જોકે આ કંપનીએ ફ્રેન્ચાઇઝીમાં 100 ટકા હિસ્સો ખરીદ્યો નથી. રિપોર્ટ અનુસાર સીવીસી કેપિટલ્સની પેટાકંપની આઇરેલિયા સ્પોર્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ફ્રેન્ચાઇઝી ચલાવી રહી હતી. હવે ટોરેન્ટ ગ્રુપે તેનો 67 ટકા હિસ્સો ખરીદીને ફ્રેન્ચાઇઝી પર નિયંત્રણ મેળવી લીધું છે.

gujarat-titans-ticket-refund

આ ડીલની રકમ જાહેર કરવામાં આવી નથી. જોકે મનીકંટ્રોલ રિપોર્ટ જણાવે છે કે ગુજરાત ટાઇટન્સની વર્તમાન કિંમત આશરે રૂ. 7500 કરોડ હોવાનો અંદાજ છે અને આવી સ્થિતિમાં ટોરેન્ટે લગભગ રૂ. 5025 કરોડ ચૂકવીને આ હિસ્સો ખરીદ્યો છે. જ્યાં સુધી સીવીસીનો સવાલ છે, કંપની હજુ પણ 33 ટકા હિસ્સો રાખશે.

આઇપીએલની બીજી સૌથી મોંઘી ટીમ

સીવીસી કેપિટલ્સએ 2021માં બીસીસીઆઈ દ્વારા કરવામાં આવેલ ઇ-ઓક્શનમાં અમદાવાદની ફ્રેન્ચાઇઝી માટે સૌથી વધુ બોલી લગાવી હતી. ત્યારે કંપનીએ તેને 5625 કરોડ રૂપિયાની બોલી લગાવીને હસ્તગત કરી હતી. આ રીતે તે આઇપીએલના ઇતિહાસમાં બીજી સૌથી મોંઘી ફ્રેન્ચાઇઝી બની ગઈ. આ સાથે લખનૌ ફ્રેન્ચાઇઝી ગોએન્કા ગ્રુપ દ્વારા ખરીદવામાં આવી હતી, જે 7 હજાર કરોડ રૂપિયાથી વધુની બોલી સાથે સૌથી મોંઘી ફ્રેન્ચાઇઝી સાબિત થઈ હતી.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

આ પણ વાંચોઃ 'અઢી મહિનામાં બધું બદલાઈ ગયું ...', IPL 2025 પહેલા હાર્દિક પંડ્યાએ આવું કેમ કહ્યું?

કેપ્ટનશીપ-કોચિંગ સ્ટાફમાં ફેરફાર થશે?

ટોરેન્ટ ગ્રુપે 12 ફેબ્રુઆરીના આ ડીલ અંગેના કરારની જાહેરાત કરી હતી. જોકે, ટીમની વાત કરીએ તો માલિકીમાં ફેરફારની આ સિઝનમાં ટીમ મેનેજમેન્ટ પર કોઈ અસર થવાની નથી. ટીમની કમાન હજુ પણ શુભમન ગિલના હાથમાં છે, જે ગયા સિઝનમાં ટીમના કેપ્ટન બન્યા હતા. મુખ્ય કોચ હજુ પણ આશિષ નેહરા છે, જ્યારે વિક્રમ સોલંકી હજુ પણ ફ્રેન્ચાઇઝના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ છે. ગુજરાતે 2022 માં તેની ડેબ્યુ સીજનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટાઇટલ જીતીને બધાને ચોકાવ્યા હતા. આ પછી ટીમ આગામી સિઝનમાં પણ ફાઇનલ સુધી પહોચી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Titans IPL 2025 Cricket news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ