બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL મેચની ટિકિટના ભાવમાં વધારો, વિદ્યાર્થીઓને મળશે માત્ર 500 રૂપિયામાં, જાણો કેવી રીતે
Last Updated: 11:43 PM, 15 March 2025
IPLની 18મી સીઝનની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે, અને ટિકિટોને લઈને ઉત્સાહ વધી રહ્યો છે. આ વખતે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પાંચ મેચ રમાશે, જ્યાં દર વર્ષે ટિકિટને લઈને વિવાદ જોવા મળે છે. આ વખતે ટિકિટના ભાવમાં 3 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન, જયપુરમાં IPL મેચોની ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે.
ADVERTISEMENT
રાજસ્થાન રોયલ્સે પોતાની પહેલી બે મેચોની ટિકિટો ઓનલાઈન જારી કરી દીધી છે. જયપુરમાં 13 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે અને 19 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાશે. દર્શકો આ મેચો માટે ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકે છે, તેમજ સવાઈ માનસિંહ સ્ટેડિયમના કાઉન્ટર પરથી ઓફલાઈન પણ ખરીદી શકે છે. આ વખતે, રોયલ્સ મેનેજમેન્ટે ટિકિટના ભાવ 500 રૂપિયાથી વધારીને 3000 રૂપિયા કર્યા છે, જેના કારણે 1000 રૂપિયાની ટિકિટ હવે 1500 રૂપિયામાં મળશે.
ADVERTISEMENT
સ્ટુડન્ટ્સ માટે ખાસ ઓફર
આ વખતે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં IPL મેચની ટિકિટોની કિંમતમાં વધારો થયો છે. છેલ્લા સિઝનમાં સૌથી સસ્તી ટિકિટ 1000 રૂપીયા હતી, જેને હવે 1500 રૂપિયા કરી દીધી છે. વિભિન્ન સ્ટેન્ડ અને લાઉન્જના ટિકિટ દરો પરમાં પણ 3000 રૂપિયા સુધી વધારો થયો છે. રોયલ બોક્સની કિંમત 6000 રૂપિયાથી વધારીને 9000 રૂપિયા કરી દીધી છે. જોકે સ્ટુડન્ટ્સને રાહત આપવા 1500 રૂપિયા વાળી ટિકિટ માત્ર 500 રૂપિયામાં મળશે, પરંતુ આ ઓફલાઇન મળશે. આને ખરીદવા માટે સ્ટુડન્ટ્સને પોતાનું ID કાર્ડ બતાવવાનું રહેશે, અને એક ID પર માત્ર એક જ ટિકિટ ખરીદી શકાશે.
જાણો ટિકિટની કિંમત
આ વખતે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં થનારી IPL મેચોની ટિકિટની કિંમત 1500 થી 20,000 રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે. ઈસ્ટ સ્ટેન્ડ 1 ની ટિકિટ 1500 રૂપિયામાં, સાઉથ ઈસ્ટ-2, સાઉથ વેસ્ટ-1 અને નોર્થ વેસ્ટ સ્ટેન્ડ-1 ની ટિકિટ 1600 રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે ઈસ્ટ સ્ટેન્ડ 3 ની ટિકિટ 1700 રૂપિયામાં ઉપલબ્ધ છે. નોર્થ વેસ્ટ સ્ટેન્ડ 2 માટે કિંમત 2200 રૂપિયા અને સાઉથ ઈસ્ટ સ્ટેન્ડ માટે 2400 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
વધુ વાંચો: 'હિન્દીનો નહીં, પણ તેને ફરજિયાત બનાવવાનો વિરોધ...' ભાષા વિવાદ પર પવન કલ્યાણનું નિવેદન
1500 થી 20,000 સુધી મળશે ટિકિટ
સુપર રોયલ્સ નોર્થ ઈસ્ટ સ્ટેન્ડ 1 અને વેસ્ટ સ્ટેન્ડ 2 ટિકિટની કિંમત 2600 રૂપિયા હશે. ઉદયપુર રોયલ બોક્સ ટિકિટ 9000 રૂપિયામાં અને જયપુર અને જોધપુર લાઉન્જ ટિકિટ 10,000 રૂપિયામાં ઉપલબ્ધ થશે. અહીં, દર્શકોને ખોરાક અને સોફ્ટ ડ્રિંક્સ આપવામાં આવશે. જેસલમેર લાઉન્જ ટિકિટ 15,000 રૂપિયામાં ઉપલબ્ધ થશે. સૌથી મોંઘુ રાજસ્થાન રોયલ્સ સ્પેશિયલ VIP લાઉન્જ હશે, જેની કિંમત 20,000 રૂપિયા રાખવામાં આવી છે. આમાં દર્શકોને 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
IPL 2025 / Video: 17 વર્ષીય બેટ્સમેન આયુષ મ્હાત્રેની તોફાની બેટિંગ જોઇ સ્ટેડિયમમાં જ રડી પડ્યો આ યંગ બૉય
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.