બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs SL: કોચ ગંભીર અને કેપ્ટન સૂર્યા સાથે શ્રીલંકા પહોંચી ટીમ ઇન્ડિયા, એરપોર્ટ પર જીત્યા લોકોના દિલ

VIDEO / IND vs SL: કોચ ગંભીર અને કેપ્ટન સૂર્યા સાથે શ્રીલંકા પહોંચી ટીમ ઇન્ડિયા, એરપોર્ટ પર જીત્યા લોકોના દિલ

Last Updated: 08:51 AM, 23 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમ શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 અને ત્રણ મેચની ODI શ્રેણી માટે શ્રીલંકા પહોંચી ગઈ છે. આ શ્રેણીની પ્રથમ મેચ 27મી જુલાઈએ રમાશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે T20 અને ODI સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિરીઝ શ્રીલંકામાં રમાવાની છે. આ માટે ભારતીય ટીમ શ્રીલંકા પહોંચી ગઈ છે. પહેલા બંને ટીમો વચ્ચે T20 સિરીઝ રમાશે. જે બાદ વનડે સિરીઝ રમાશે. હાલમાં ટી20 સિરીઝ માટે પસંદ કરાયેલા ભારતીય ખેલાડીઓ શ્રીલંકા પહોંચી ગયા છે. ભારતીય ટીમ સાથે હેડ કોચ ગૌતમ ગંભીર પણ શ્રીલંકા પહોંચી ગયા છે. હેડ કોચ તરીકે આ ગંભીરનો પહેલો પ્રવાસ છે. ODI ટીમ હજુ સુધી ત્યાં પહોંચી નથી. T20 સિરીઝમાં સુર્યકુમાર યાદવ કેપ્ટન તરીકે જોવા મળશે જયારે વનડેમાં રોહિત શર્મા કેપ્ટન હશે.

જણાવી દઈએ કે બંને ટીમો વચ્ચે કુલ ત્રણ T20 મેચ રમાશે. વનડે સિરીઝમાં પણ એટલી જ મેચો રમાવાની છે. ભારતે તાજેતરમાં જ T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. વર્લ્ડકપ બાદ ટીમ ઇન્ડિયાની આ બીજી સિરીઝ હશે. T20 સિરીઝ 27 જુલાઈથી રમાશે. જયારે છેલ્લી મેચ 30 જુલાઈએ રમાશે. T20ની તમામ મેચ પલ્લેકેલેના પલ્લેકેલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવશે.

શ્રીલંકાથી સામે આવી તસવીરો

ભારતીય ટીમ સોમવારે મુંબઈથી શ્રીલંકા જવા રવાના થઈ, ટીમ ઇન્ડિયા લગભગ 2 કલાક પછી શ્રીલંકાની રાજધાની કોલંબો પહોંચી ગઈ. જે બાદ ભારતીય ટીમ બસ દ્વારા પલ્લેકેલે પહોંચી છે. બંને ટીમો વચ્ચે T20 સિરીઝની પ્રથમ મેચ અહીં રમાશે. આ સિરીઝ માટે ટીમ ઇન્ડિયા નવા હેડ કોચ ગૌતમ ગંભીર સાથે પહોંચી છે. ભારતીય ટીમના કોચ તરીકે ગંભીરની પણ આ પ્રથમ સિરીઝ બનવા જઈ રહી છે. એવામાં વર્લ્ડ ચેમ્પિયન ટીમને કોચિંગ આપવું તેના માટે પણ આસાન નહીં હોય. બીસીસીઆઈએ તેના સોશિયલ મીડિયા પર મુંબઈથી પલ્લેકલે પહોંચવાનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં હેડ કોચ ગૌતમ ગંભીર અને ટી20 કેપ્ટન સુર્યકુમાર યાદ સહિત બાકીના ખેલાડીઓ જોવા મળ્યા. એરપોર્ટ પર ચાહકો ભારતીય ખેલાડીઓ સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા.

PROMOTIONAL 13

T20 ટીમમાં ઘણા મોટા ફેરફાર

BCCI દ્વારા શ્રીલંકા સામે રમવા માટે પસંદ કરાયેલી T20 ટીમમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. વાસ્તવમાં, T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં જીત બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. રોહિત શર્માની નિવૃત્તિ બાદ BCCI સામે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે આ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાનો નવો કેપ્ટન કોણ હશે. માનવામાં આવી રહ્યું હતું કે વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન રહેલા હાર્દિકને ટીમ ઇન્ડિયાની કપ્તાની સોંપવામાં આવશે, પરંતુ બીસીસીઆઈએ એક આશ્ચર્યજનક નિર્ણય લીધો અને આ ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવને ભારતનો નવો કેપ્ટન બનાવ્યો.

જો કે આ પહેલા યુવા ટીમ ઇન્ડિયા પાંચ મેચની ટી20 સિરીઝ માટે ઝિમ્બાબ્વે ગઈ હતી, જ્યાં શુભમન ગિલ ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે જોવા મળ્યો હતો. ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયાના મોટાભાગના સિનિયર ખેલાડીઓ રેસ્ટ પર હતા. ત્યારે હવે શ્રીલંકા પ્રવાસમાં ટી20 અને વનડે બંને સિરીઝમાં શુભમન ગિલને ભારતનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: હાર્દિકના સ્થાને સૂર્યકુમારની કેમ કરાઇ T20 ટીમના કેપ્ટન તરીકે પસંદગી? ગંભીર-અગરકરે કર્યો ખુલાસો

T20 અને ODI સિરીઝ માટે ટીમ ઇન્ડિયા:

T20 ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ

ODI ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 Series Indian Team IND vs SL
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ