બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / આ 5 ક્રિકેટરોએ જેન્ટલમેન ગેમને કરી શર્મશાર, દિગ્ગજ ખેલાડી પર લાગ્યા છે સેક્સ સ્કેન્ડલના આરોપ
Last Updated: 04:43 PM, 18 September 2024
ક્રિકેટ રમીને દુનિયાભરમાં લોકપ્રિયતા મેળવવી અને પોતાના દેશ માટે મેચ જીતવાનું દરેક ખેલાડીનું સપનું હોય છે. પરંતુ કેટલીકવાર કેટલાક ક્રિકેટરો પોતાની હરકતોથી માત્ર તેમની છબી જ ખરાબ નથી કરતા પરંતુ તેમના દેશ માટે પણ કલંકિત સાબિત કરે છે. આજે અમે અહીં જણાવીશું એવા 5 વિવાદો વિશે જણાવી રહ્યા છીએ, જેણે તે ક્રિકેટરની છબીને કલંકિત જ નહીં પરંતુ દેશને પણ શર્મસાર થવું પડ્યું.
ADVERTISEMENT
ક્રિસ ગેલ
ADVERTISEMENT
વેસ્ટ ઈન્ડિઝનો બેટ્સમેન ક્રિસ ગેલ લક્ઝુરિયસ લાઈફ જીવવા માટે જાણીતો છે. 2015માં વર્લ્ડ કપ દરમિયાન ક્રિસ ગેલ પર એક મસાજ થેરેપિસ્ટે ગંભીર આરોપ લગાવ્યો હતો. મહિલાએ ક્રિસ ગેલ પર પોતાનો ટુવાલ ખોલીને પ્રાઈવેટ પાર્ટ બતાવવાનો આરોપ લગાવ્યો હતો .આ મહિલા કોર્ટમાં ગઈ હતી અને તેના નિવેદનમાં તેણે કહ્યું હતું કે તે ચેન્જિંગ રૂમમાં કંઈક શોધવા માટે ગઈ હતી ત્યારે અચાનક ગેઈલ તેની સામે દેખાયો. ગેઈલે તેને પૂછ્યું કે તમે શું શોધી રહ્યા છો? તેથી તેણીએ કહ્યું કે તે ટુવાલ શોધી રહી છે. આના પર ક્રિસ ગેલે પોતાનો ટુવાલ ખેંચીને ખોલ્યો. મહિલાએ કહ્યું કે તેણે ગેઈલના પ્રાઈવેટ પાર્ટનો ઉપરનો ભાગ જોયો અને માફી માંગીને નજર હટાવી દીધી. આ પછી તે રડતી રડતી ત્યાંથી ભાગી ગઈ હતી. જોકે, બાદમાં ક્રિસ ગેલને આ વિવાદમાંથી ક્લીનચીટ મળી હતી અને તે કોર્ટમાં કેસ જીત્યો હતો.
BSNLએ આપી મોટી સરપ્રાઈઝ, ઘરે બેઠા હવે મફતમાં TV જોઈ શકાશે
શેન વોર્ન
ઓસ્ટ્રેલિયાનો સ્પિનર શેન વોર્ન પણ સેક્સ સ્કેનડલમાં ફસાય ગયો હતો. શેન વોર્નને ક્રિકેટની દુનિયામાં સેક્સ સ્કેન્ડલનો કિંગ પણ કહેવામાં આવે છે. તેના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણે બ્રિટિશ નર્સ ડોના રાઈટને ખરાબ મેસેજ કર્યા હતા. તે સિવાય વર્ષ 2006ની કાઉન્ટી ક્રિકેટમાં મિડિલસેક્સ ટીમની વિરુદ્ધ મેચ પહેલા 2 મોડલન સાથે શેન વોર્નની આપત્તિજનક તસવીર લીક થઈ હતી. તેના પર ઘણો વિવાદ થયો હતો.
કેવિન પીટરસન
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન કેવિન પીટરસનના સેક્સ સ્કેન્ડલને લઈને ઘણી ચર્ચા થઈ હતી. તે દક્ષિણ આફ્રિકાની ગર્લફ્રેન્ડ વેનેસા નિમ્મો સાથે રિલેશનશિપમાં હતો. વેનેસા નિમ્મોએ કેવિન પીટરસન પર આરોપ લગાવ્યો હતો કે એક મહિના સુધી ચાલેલા આ સંબંધને માત્ર પીટરસને એક મેસેજથી તોડી નાખ્યો. પીટરસનની ગર્લફ્રેન્ડે પણ તેના પર આરોપ લગાવ્યો કે ઇંગ્લેન્ડના આ ક્રિકેટરને સેક્સની ભૂખ છે અને તે હંમેશા તેના માટે દબાણ કરતો હતો.
વધુ વાંચોઃ- જુઓ વિરાટ-ગંભીરના હાઈવોલ્ટેજ ઇન્ટરવ્યૂ
હર્શલ ગિબ્સ
સાઉથ આફ્રિકાનો પૂર્વ દિગ્ગજ ખેલાડી હર્શલ ગિબ્સે પોતાની બાયોગ્રાફી ‘ટૂ ધ પોઈન્ટ’માં સેક્સ લાઈફ વિશે ખુલાસો કર્યો હતો. તેને ખુલાસો કર્યો હતો કે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ વન ડે વર્લ્ડ કપ 1999ની ગ્રુપ મેચમાં તેને સદી ફટકારી હતી. આ સદી વિશે તેને પહેલાથી ખબર હતી કે તે સદી મારશે. કેમ કે હોટેલમાં તેની સાથે રોકાયેલી છોકરીએ તેને પ્રેરિત કર્યો હતો. તે છોકરી તેના માટે લકી ચાર્મ હતી.
શાહિદ આફ્રિદી
શાહિદ આફ્રિદી પાકિસ્તાન ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પણ આ લિસ્ટમાં સામેલ છે. શાહિદ આફ્રિદી પોતાની ક્રિકેટ કરિયરની શરૂઆતમાં જ વિવાદોમાં ફસાયો હતો. તે કરાચીની હોટેલમાંથી એક છોકરી સાથે પકડાયો હતો. શાહિદી આફ્રિદી સિવાય તેના સાથે ખેલાડી અતીક ઉજ જમાન અને હસન રાજા પણ આ કેસમાં પકડાયા હતા. આ ક્રિકેટરોનો દાવો હતો કે તે છોકરીઓ તેમનો ઓટોગ્રાફ લેવા માટે આવી હતી. પરંતુ તપાસ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ત્રણ ખેલાડીઓ પર ICC ચેમ્પિયન્સ ટ્રોફી-2000માં રમવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.