અમદાવાદ-ન્યૂઝીલેન્ડ ખાતે T-20 સીરીઝની 3 મેચોની શ્રેણીમાંની છેલ્લી મેચ કાલે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે. કાલની મેચ જીતવા માટે બંને ટીમો એડીચોટીનુ જોર લગાવશે.
અમદાવાદમાં આવતીકાલે T20 મેચ રમાશે
મેચને લઈને અત્યારથી જ સ્ટેડિયમ ખાતે પોલીસ બંદોબસ્ત
સ્ટેડિયમ બહાર ભારત- ન્યુઝીલેન્ડના ધ્વજ અને ટી શર્ટનું પણ વેચાણ
અમદાવાદ-ન્યૂઝીલેન્ડ ખાતે T-20 સીરીઝની 3 મેચોની શ્રેણીમાંની છેલ્લી મેચ કાલે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે. ત્યારે બીજી T-20 સીરીઝમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને શ્રેણી 1-1 થી સરભર કરી હતી. કાલની મેચ જીતવા માટે બંને ટીમો એડીચોટીનુ જોર લગાવશે.
ટુ વ્હીલર માટે 8 પાર્કિંગ જ્યારે ફોર વ્હીલર માટે 10 પાર્કિંગ
1 લી ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ત્રીજી T-20 મેચ રમાવવાની છે. ત્યારે સ્ટેડિયમમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. મેચ જોવા આવનાર દર્શકો માટે વાહન પાર્કિંગની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. મેચ જોવા આવનાર લોકોને પાર્કિગની સુવિધા મળી રહે તે માટે પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે ટુ વ્હીલર માટે 8 પાર્કિંગ અને ફોર વ્હીલર માટે 10 પાર્કિંગ બનાવવામાં આવ્યા છે.
ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમે પ્રેક્ટીસ કરી
આવતીકાલની મેચ રોમાંચક બનશે
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર મેચના લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે સ્ટેડિયમ બહાર ભારતની ધ્વજ અને ટી શર્ટનું પણ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે આવતીકાલને મેચ ખૂબ જ રોમાંચક બનશે. કારણ કે શ્રેણી જીતવા બંને ટીમ વચ્ચે કાંટે કી ટક્કર થશે.