બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડિયાના કોચથી લઈને જીમ ટ્રેનર સુધી, સપોર્ટ સ્ટાફનો પણ છે કરોડોમાં પગાર
Last Updated: 05:14 PM, 18 April 2025
BCCI ટીમ ઈન્ડિયાના સપોર્ટિંગ સ્ટાફમાં મોટા ફેરફારો કરવા જઈ રહ્યું છે. બોર્ડે સહાયક કોચ અભિષેક નાયર સહિત 3 લોકોને કાઢી નાખ્યા છે. તેમાં એક જીમ ટ્રેનરનો પણ સમાવેશ થાય છે, જેનો વાર્ષિક પગાર કરોડોમાં હતો. ચાલો તમને જણાવીએ કે BCCI હેડ કોચ ગૌતમ ગંભીર, સહાયક કોચ અને અન્ય સપોર્ટ સ્ટાફને કેટલો પગાર આપે છે.
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટરો મેદાન પર ખૂબ સારું પર્ફોર્મ કરે છે. પરંતુ કોચ અને સ્પોર્ટિંગ સ્ટાફ પણ ખેલાડીઓના પ્રદર્શનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. BCCI તેમને તેમની યોગ્યતા પર પસંદ કરે છે. ખેલાડીઓની ફિટનેસનું ધ્યાન રાખવા માટે જીમ ટ્રેનર્સ પણ સ્ટાફનો એક મહત્વનો ભાગ હોય છે, જેમનો પગાર દર વર્ષે કરોડોમાં હોય છે.
ADVERTISEMENT
BCCI દર વર્ષે કોન્ટ્રેક્ટ પ્લેયર્સની યાદી જાહેર કરે છે, જે આ વર્ષે હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. BCCI પુરુષ પ્લેયરને 4 કેટેગરીમાં વહેંચે છે. A+ માં સમાવિષ્ટ ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ મળે છે, ગઈ વખતે આ યાદીમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત 4 ખેલાડીઓ હતા. A લિસ્ટમાં સામેલ વાર્ષિક 5 કરોડ રૂપિયા, લિસ્ટ બીમાં સમાવિષ્ટ ખેલાડીઓને 3 કરોડ રૂપિયા અને લિસ્ટ સીમાં સમાવિષ્ટ ખેલાડીઓને 1 કરોડ રૂપિયા પગાર આપવામાં આવે છે. જેમાં મેચ ફી અલગ હોય છે.
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર છે, જેમનો વાર્ષિક પગાર લગભગ 12 કરોડ રૂપિયા છે. હેડ કોચ અને અન્ય સ્ટાફનો પગાર BCCI દ્વારા નક્કી કરવામાં આવે છે. તેમનો પગાર નિશ્ચિત નથી, તેમાં ફેરફાર થઈ શકે છે કારણ કે તેમનો પગાર અનુભવ અને ભૂમિકાના આધારે નક્કી કરવામાં આવે છે.
રિપોર્ટ અનુસાર બેટિંગ કોચ, બોલિંગ કોચ અને ફિલ્ડિંગ કોચને દર વર્ષે 3 થી 4 કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. ટ્રેનર્સ અને ફિઝિયોથેરાપિસ્ટ દર વર્ષે 1.5 કરોડથી 2 કરોડ રૂપિયા કમાય છે. BCCI વીડિયો એનાલિસ્ટ અને અન્ય ટેકનિકલ સ્ટાફને વાર્ષિક 50 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીનો પગાર આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.