બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / BCCIને મળી મોટી ઓફર, આ દેશમાં થઇ શકે છે IPLનું આયોજન! UAEએ PSL રમાડવાનો કર્યો ઇનકાર
Last Updated: 12:47 PM, 10 May 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈ BCCIએ IPL રદ કરી દીધી છે. તો સામે પાકિસ્તાને પણ PSL ને UAE માં ખસેડવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ UAE એ સ્પષ્ટપણે પોતાના દેશમાં PSLનું આયોજન કરવાનો ઇનકાર કરી દીધો છે. જેનાથી પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ બદનામ થવું પડ્યું છે.
ADVERTISEMENT
ભારતમાં ખેલાડીઓ અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન પ્રીમિયર લીગને એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી છે. દિલ્હી-પંજાબ મેચ રદ થયા બાદ BCCI એ આ નિર્ણય લીધો. એક તરફ જ્યાં મુસ્લિમ દેશ UAEએ પાકિસ્તાન માટે PSLનું આયોજન કરવાનો ઇનકાર કર્યો છે ત્યારે બીજી તરફ ભારતને અન્ય દેશો તરફથી IPLનું આયોજન કરવાની ઓફર મળી રહી છે.
ADVERTISEMENT
ઇંગ્લેન્ડ પોતાના દેશમાં IPLનું આયોજન કરવા માટે તૈયાર છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ કહ્યું છે કે જો BCCI તેમની સાથે વાત કરે તો તેઓ IPLનું આયોજન કરવા માટે તૈયાર છે. ECBના ચીફ એક્ઝિક્યુટિવ રિચાર્ડ ગોલ્ડે કહ્યું કે તેઓ IPLનું આયોજન કરીને BCCIને મદદ કરવા માટે તૈયાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.