બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Video: સચિન તેંડુલકરના પુત્રએ કર્યો કમાલ, જુઓ 9 વિકેટ સાથે મેચમાં કેવી તબાહી મચાવી

ક્રિકેટ / Video: સચિન તેંડુલકરના પુત્રએ કર્યો કમાલ, જુઓ 9 વિકેટ સાથે મેચમાં કેવી તબાહી મચાવી

Last Updated: 10:03 AM, 17 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અર્જુન તેંડુલકરે એક જ ડોમેસ્ટિક મેચમાં જબરદસ્ત બોલિંગ કરીને 9 વિકેટ લઈને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. તેના આ પ્રદર્શન માટે તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા અને સૌથી વધુ 100 સદી ફટકારી છે. તેમની ગણતરી વિશ્વના મહાન બેટ્સમેનોમાં થાય છે. તેમણે વર્ષ 2013માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારે હવે તેમનો દીકરો 'મોરના ઇંડાને ચીતરવા ન પડે' એ કહેવત સાકાર કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. હવે સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર ક્રિકેટની દુનિયા છવાઈ જવા માટે તૈયાર છે. અર્જુને KSCA ઇન્વિટેશનલ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને પોતાની રમતથી દરેકને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો છે.

કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA ઇન્વિટેશનલ ટુર્નામેન્ટ)માં ગોવા તરફથી રમતી વખતે અર્જુને એક જ મેચમાં 9 વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી છે. નિકિન જોશ અને વિકેટકીપર શરત શ્રીનિવાસ સિવાય, KSCA XI ટીમના તમામ ખેલાડીઓ અંડર 19 અને અંડર 23 ટીમના હતા.

અર્જુને પ્રથમ ઇનિંગમાં 5 અને બીજી ઇનિંગમાં ચાર વિકેટ ઝડપી

ગોવા CA XI તરફથી રમતા અર્જુન તેંડુલકરે કર્ણાટક (KSCA XI) સામે શાનદાર બોલિંગ કરી. તેણે પ્રથમ ઇનિંગમાં 13 ઓવરમાં 41 રન આપીને પાંચ વિકેટ ઝડપી. જેના કારણે કર્ણાટકની ટીમ માત્ર 103 રનમાં સમેટાઈ ગઈ. ગોવા CA XIએ અભિનવ તેજરાનાની 109 રનની ઇનિંગના આધારે 413 રન બનાવ્યા. આ પછી અર્જુને બીજી ઇનિંગમાં પણ પોતાની બોલિંગથી કહેર વરસાવ્યો. તેણે 13.3 ઓવર નાંખી અને માત્ર 46 રન આપીને ચાર વિકેટ લીધી. જેના કારણે કર્ણાટકની ટીમ બીજા દાવમાં 30.4 ઓવરમાં 121 રનમાં સમેટાઈ ગઈ.

અર્જુનના જોરદાર પ્રદર્શનના કારણે જીતી ટીમ

અર્જુનની બોલિંગ સામે કર્ણાટકના બેટ્સમેનો ટકી શક્યા નહીં અને તેના કારણે જ ગોવાની ટીમ ઇનિંગ્સ અને 189 રનથી મોટી જીત નોંધાવવામાં સફળ રહી. અર્જુનને થોડા સમય માટે સુપરસ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ટ્રેનિંગ આપી હતી.

PROMOTIONAL 13

IPLમાં અત્યાર સુધી રમી પાંચ મેચ

24 વર્ષીય અર્જુન તેંડુલકરે અત્યાર સુધી 13 ફર્સ્ટ ક્લાસ મેચમાં 21 વિકેટ ઝડપી છે. આ સિવાય તેના નામે 15 લિસ્ટ-એ મેચોમાં 21 વિકેટ પણ છે. તે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમે છે. તેણે અત્યાર સુધીમાં કુલ 5 આઈપીએલ મેચમાં ત્રણ વિકેટ ઝડપી છે. તેને IPL 2024માં એક મેચ રમવાની તક મળી. ત્યારે તે એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. ત્યારે હવે બધા IPL 2025ના મેગા ઓક્શન માટે ખૂબ જ ઉત્સુક છે, જો કે ઓક્શનની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. ઓક્શન પહેલા સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકર પોતાની શાર્પ બોલિંગના કારણે ક્રિકેટ જગતમાં ફેમસ થઈ ગયો છે. એક જ મેચમાં 9 વિકેટ લીધા પછી તેને હરાજીમાં મોટી બોલી મળવાની શક્યતા વધી ગઈ છે.

આ પણ વાંચો: કોહલી-રોહિત નહીં આ ખેલાડીને અશ્વિને બતાવ્યો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, કારણ ગળે ઉતરી જશે

જો કે BCCIની રિટેન્શન પોલિસીને લઈને હજુ પણ સસ્પેન્સ છે, પરંતુ એવી ઘણી આશા છે કે મુંબઈ ઇન્ડિયન્સ મેગા ઓક્શન પહેલા અર્જુન તેંડુલકરને રિલીઝ કરી શકે છે. જો તે ઓકશનમાં ઉતરે છે તો તેના પર ચોક્કસપણે મોટી બોલી લાગી શકવાની સંભાવના છે. IPL 2024 મુંબઈ ઇન્ડિયન્સ માટે સારી રહી ન હતી, ત્યારે આ વખતે મેગા ઓક્શન પછી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે MIની અડધીથી વધારે ટીમમાં બદલાવ જોવા મળી શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે MI હરાજી પહેલા અર્જુનને મુક્ત કરી શકે છે પરંતુ તેના વર્તમાન ફોર્મને જોતા મુંબઈ તેને ફરીથી સામેલ કરવાનો પ્રયાસ પણ કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cricket News Arjun Tendulkar Bowling Arjun Tendulkar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ