બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / ન કોઈ આફત કે મહામારી.. છતાં 30 વર્ષમાં હવામાનને કારણે 80 હજાર ભારતીયોના થયા મોત, કારણ ચેતવતું
Last Updated: 08:20 PM, 14 February 2025
CRI Rank Report : સમગ્ર વિશ્વમાં આબોહવા પરિવર્તન એક મોટી ચિંતાનો વિષય બની ગયો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે મોસમી આફતો ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. ક્યારેક તોફાન, ક્યારેક પૂર અને ક્યારેક દુષ્કાળ લોકોને નુકસાન પહોંચાડે છે. આ દરમિયાન હવામાનમાં થયેલા આ ફેરફારને કારણે ભારતમાં પણ ભારે નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે. 1993 થી 2022 સુધીના 30 વર્ષમાં દેશમાં 80 હજારથી વધુ લોકોના મોત થયા હોવાનું બહાર આવ્યું છે.
ADVERTISEMENT
રેન્કિંગમાં સુધારો થયો, પરંતુ સ્થિતિ હજુ પણ ખરાબ
પર્યાવરણીય થિંક ટેન્ક જર્મનવોચ દ્વારા બહાર પાડવામાં આવેલા ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ (CRI) 2025માં આ માહિતી પ્રકાશમાં આવી છે. જોકે રિપોર્ટ (CRI રેન્ક રિપોર્ટ) કહે છે કે, ભારતે તેના રેન્કિંગમાં સુધારો કર્યો છે. 2019માં સમાન હવામાન ઘટનાઓને કારણે ભારત વિશ્વભરમાં સાતમા ક્રમે સૌથી વધુ પ્રભાવિત દેશ હતો, જે હવે 2022માં ઘટીને 49મા સ્થાને આવી ગયો છે. આ સુધારા છતાં ભારત ટોચના 10 સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં છઠ્ઠા ક્રમે છે.
ADVERTISEMENT
1562 કરોડ રૂપિયાનું નુકસાન
અહેવાલમાં જણાવાયું છે કે, આ હવામાન ઘટનાઓથી થતા મૃત્યુ અને આર્થિક નુકસાનથી ભારત પણ ખૂબ પ્રભાવિત થયું છે. ભારતે 30 વર્ષમાં 400 આત્યંતિક હવામાન ઘટનાઓમાં 80,000 લોકોના જીવ ગુમાવ્યા અને લગભગ 1562 કરોડ રૂપિયા (180 અબજ ડોલર)નું નુકસાન નોંધાયું.
વૈશ્વિક સ્તરે ખરાબ અસર, 7 લાખ લોકોના મોત
વૈશ્વિક સ્તરે 2022 સુધીના 30 વર્ષોમાં 9400થી વધુ આવી ભારે હવામાન ઘટનાઓને કારણે 7 લાખ 65 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. આના પરિણામે કુલ $4.2 ટ્રિલિયનનું આર્થિક નુકસાન થયું.
વધુ વાંચો : ભારત-અમેરિકા વચ્ચે F 35 ફાઈટર જેટ ડીલ થતાં પાકના પેટમાં રેડાયું તેલ, શાંતિ આવી યાદ
સમૃદ્ધ દેશો પણ બચી શક્યા નહીં
આ અહેવાલ વૈશ્વિક સ્તરે વધતા જતા આબોહવા જોખમોના પરિણામો પર પ્રકાશ પાડે છે, જે દર્શાવે છે કે 2022 માં 10 સૌથી વધુ પ્રભાવિત દેશોમાંથી સાત ઉચ્ચ આવક ધરાવતા જૂથના છે. ભારતનો ઉલ્લેખ કરતા અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, દેશમાં 1993, 1998 અને 2013માં વિનાશક પૂરનો સામનો કરવો પડ્યો હતો તેમજ 2002, 2003 અને 2015માં ભારે ગરમીના મોજાનો પણ સામનો કરવો પડ્યો હતો. 1993-2022દરમિયાન દેશમાં ઉચ્ચ મૃત્યુદર અને આર્થિક નુકસાન જોવા મળ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.