Credit Card Tips: જો તમારે વારંવાર હવાઈ યાત્રા કરવી પડે છે તો તમારા માટે આ 5 ક્રેડિટ કાર્ડ ખૂબ જ સારા રહેશે. ફ્રીમાં એરપોર્ટ અને લોન્જમાં એન્ટ્રી મળવાની સાથે બીજા પણ ઘણા બેનેફિટ્સ આમા મળશે.
વારંવાર હવાઈ યાત્રા કરો છો?
તો આ 5 ક્રેડિટ કાર્ડ છે તમારા કામના
ફ્રીમાં મળશે આ સુવિધાઓ
હવાઈ યાત્રા કરવા માટે ઘણા લોકો ઘણી વખત એરપોર્ટ પર સમય કરતા પહેલા પહોંચી જાય છે. એવામાં એરપોર્ટ લોન્જમાં જઈને સમય પસાર કરી શકો છો. પરંતુ તેના માટે તમને વધારે રકમ આપવી પડી શકે છે.
પરંતુ ઘણા એવા ક્રેડિટ કાર્ડ છે જેમાં યાત્રીઓને ફ્રી ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ લોન્જમાં એન્ટ્રી મળે છે. અમે તમને 5 એવા ક્રેડિટ કાર્ડ વિશે જાણકારી આપી રહ્યા છીએ. જો તમારી પાસે આ ક્રેડિટ કાર્ડ છે તો તમારા ઘરેલુ અને ઈન્ટરનેશનલ એરપોર્ટના લોન્જમાં ફ્રી એન્ટ્રીનો લાભ મળશે.
HDFC Bank Tata Neu Infinity
ક્રેડિટ કાર્ડ દ્વારા ત્રણ મહિનામાં બે ડોમેસ્ટીક એરપોર્ટ લોન્જમાં કોમ્પ્લિમેન્ટ્રી એક્સેસની સુવિધા મળી રહી છે. એવામાં વર્ષના એક કાર્ડ હોલ્ડરને 8 ડોમેસ્ટિક એરપોર્ટ લોન્જ એક્સેસ મળશે.
SBI Elite
ક્રેડિટ કાર્ડ દ્વારા તમને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વાર્ષિક 6 વખત ફ્રી એરપોર્ટ લોન્જ એક્સેસનો લાભ મળી શકે છે. ત્યાં જ ડોમેસ્ટિક એરપોર્ટ પર તમને દર ત્રણ મહિનામાં બે વખત ફ્રી એરપોર્ટ લોન્જની સુવિધા મળી રહી છે.
Kotak White Reserve
ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ જેટલી વખત ઈચ્છે તેટલી વખત ઈન્ટરનેશનલ એરપોર્ટ લોન્જમાં એન્ટ્રી લઈ શકે છે.
ICICI Bank Emerald
ક્રેડિટ કાર્ડ દ્વારા તમે જેટલી વખત ઈચ્છો તેટલી વખત ઈન્ટરનેશનલ એરપોર્ટમાં લોન્જ અને સ્પાનો લાભ લઈ શકો છો.
BoB Eterna
ક્રેડિટ કાર્ડ હોલ્ડર વર્ષમાં જેટલી વખત ઈચ્છે તેટલી વખત ડોમેસ્ટિક એરપોર્ટના લોન્જમાં એન્ટ્રી લઈ શકે છે.