બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 12:47 PM, 8 November 2023
ADVERTISEMENT
લોકો ક્રેડિટ કાર્ડ લીધા બાદ અમુક એવી ભુલો કરે છે જેના કારણે તેમને બાદમાં પસ્તાવવું પડે છે. આવુ તમારી સાથે ન થાય તેના માટે જરૂરી ટિપ્સ ફોલો કરવી જરૂરી છે. જો તમને પણ ડેટ યાદ નથી રહેતી જ્યાંથી તમે પણ ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવા માટે ઓટો કટ પેમેન્ટ ઓપ્શનને એનેબલ રાખો છો તો તમારી આ આદત તમને ભારે પડી શકે છે. ઘણી વખતે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ ચેક પણ નથી કરતા અને બિલ જનરેટ થયા બાદ આપોઆપ પેમેન્ટ થઈ જાય છે પરંતુ આ આદત યોગ્ય નથી.
ADVERTISEMENT
સ્ટેટમેન્ટ જરૂર ચેક કરો
બિલ જનરેટ થયા બાદ સ્ટેટમેન્ટ જરૂર ચેક કરો. જો કોઈ પણ એમાઉન્ટ એક્સટ્રા એડ કરવામાં આવે છે તો કસ્ટમર કેર સાથે વાત કરો જે ચાર્જ એક્સ્ટ્રા લગાવવામાં આવે છે તેને પહેલા હટાવો અને પછી પેમેન્ટ કરો કારણ કે એક વખત પેમેન્ટ થયા બાદ પૈસા મળવાની ગેરેન્ટી નહીં રહે.
પેમેન્ટ અપડેટ ન થવા પર ન કરો પેનિક
ઘણી વખત એવું પણ થાય છે કે તમે બિલ જનરેટ થયા બાદ પેમેન્ટ તો કરી દીધુ પરંતુ બેંકના સર્વર પર અપડેટ ન થયું જેના કારણે તમને એમાઉન્ટ શૉ થઈ રહ્યું છે તો એવામાં તમને પેનિક કરવાની જરૂર નથી.
અમુક લોકો બેંકના સર્વર પર પેમેન્ટ અપડેટ ન થવાની સ્થિતિમાં વિચારે છે કે કદાચ પેમેન્ટ નથી થયું અને એકની જગ્યાએ બે વખત પેમેન્ટ કરી દે છે. છતાં તેમને અપડેટ સ્ટેટસ શો નથી થતું તો તમે ફરી વખત પેમેન્ટ ન કરો આવી સ્થિતિમાં કસ્ટમર કેરનો સંપર્ક કરો.
સેફ્ટી
તમારૂ ક્રેડિટ કાર્ડ જો કોઈના હાથ લાગી ગયું છે તો તમારા કાર્ડનો ખોટો ઉપયોગ પણ થઈ શકે છે. જો તમારૂ કોઈ બેંકમાં એકાઉન્ટ છે અને તમે તે બેંકનું ક્રેડિટ કાર્ડ લીધુ છે તો તમે બેંક એપમાં જઈને ક્રેડિટ કાર્ડ સેક્શનમાં આપેલા સેફ્ટી ફિચર્સનો ઉપયોગ જરૂર કરો. ઘણા લોકો આ સેફ્ટી ફિચર્સનો ઉપયોગ નથી કરતા અને બાદમાં પછતાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.