બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:52 PM, 29 May 2024
જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ ખબર તમારા માટે છે. બેંક ઓફ બરોડા, યશ બેંક, આઈડીબીઆઈ બેંક અને એચડીએફસી બેંકે પોતાના ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યો છે. આ બેંકોએ પોતાના ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા ચાર્જ અને નિયમોમાં સંશોધન કર્યું છે. એવામાં જો તમારી પાસે આ બેંકોના ક્રેડિટ કાર્ડ છે તો તમારે આ વિશે જરૂર જાણી લેવું જોઈએ. જેથી ગાઈડ લાઈનનું તમે સારી રીતે પાલન કરી શકો.
ADVERTISEMENT
બેંક ઓફ બરોડા-બોબકાર્ડ વન કો-બ્રાન્ડેડ
ADVERTISEMENT
સાર્વજનિક ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ પોતાના બોબકાર્ડ વનને બ્રાંડેડ ક્રેડિટ કાર્ડ પર વ્યાજદર અને મોડા પેમેન્ટ કરવા પર લેવામાં આવતા ચાર્જમાં વધારો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર નિયમ અને શરતો અનુસાર વધેલા ચાર્જ 26 જૂન, 2024થી પ્રભાવી થશે. તેમાં જણાવવામાં આવ્યું છે કે જ્યા સુધી તમે પોતાની અપ્રૂવ્ડ ક્રેડિટ લિમિટની અંદર બોબકાર્ડ વન કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નહીં કરો અને ડ્યૂ તારીખ સુધી બાકી રકમ જમા નહીં કરો ત્યાં સુધી તમારી પાસે કોઈ ચાર્જ નહીં લેવામાં આવે.
સ્વિગી HDFC બેંક ક્રેડિટ કાર્ડ
રિપોર્ટ અનુસાર HDFC બેંકના સ્વિગી એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડમાં વધુ એક વિસ્તૃત કેશબેક કાર્યક્રમ છે. આ એવા સમયે ઓફર કરવામાં આવી રહ્યું છે જ્યારે ઘણા કાર્ડ ઈશ્યુઅર્સ ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા બેનિફિટ અને સુવિધાઓને ઓછા કરી રહ્યા છે. આગામી 21 જૂન 2024થી સ્વિગી એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડમાં એક નવો કેશબેક ઢાંચો હશે. મેળવેલ કેશબેક હવે સ્વિગી એપ પર સ્વિગી મનીના રૂપમાં નહીં દેખાય પરંતુ આ 21 જૂનથી ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ પર આપવામાં આવશે અને કેશબેકના પરિણામસ્વરૂપ પહેલા મહીના માટે સ્ટેટમેન્ટ બેલેન્સ ઓછુ થઈ જશે.
HDFC ફર્સ્ટ બેંક
HDFC ફર્સ્ટ બેંક યુટિલિટી બિલો માટે ક્રેડિટ કાર્ડ ચુકવણીની કુલ રકમ 20,000 રૂપિયાથી વધારે હોવા પર 1 ટકા જીએસટી વધારે વસુલશે. ફર્સ્ટ પ્રાઈવેટ ક્રેડિટ કાર્ડ, એસઆઈસી ક્લાસિક ક્રેડિટ કાર્ડ અને એલઆઈસી સિલેક્ટ ક્રેડિટ કાર્ડ યુટિલિટી સરચાર્જના આધારે નથી. જો સ્ટેટમેન્ટ સાયકલની અંદર તમારા યુટિલિટી બિલ ટ્રાન્ઝેક્શનની કુલ રકમ 20,000 રૂપિયા કે તેનાથી ઓછી છે તો કોઈ સરચાર્જ નથી. જો તે 20,000 રૂપિયાથી વધારે હશે તો 1 ટકા સરચાર્જના ઉપર 18 ટકા વધારે જીએસટી લાગશે.
વધુ વાંચો: મળી ગયું ડાયાબિટીસની સમસ્યાનું સમાધાન, હવે નહીં પડે ઇન્સ્યુલિનની જરૂરિયાત, ગોળીઓ પણ બંધ
યસ બેંકે પણ કર્યા છે ફેરફાર
યસ બેંકે પ્રાઈવેટ ક્રેડિટ કાર્ડ ટાઈપને છોડીને પોતાના બધા ક્રેડિટ કાર્ડના ઘણા પાસામાં સંશોધન કર્યું છે. તે ફેરફાર ફક્ત બેંકના અમુક ક્રેડિટ કાર્ડ ટાઈપ પર ઈંઘણ ચાર્જ કેટેગરીને પ્રભાવિત કરે છે. પ્રાઈવેટને છોડીને આ સંશોધન વાર્ષિક ચાર્જ અને જોઈનિંગ ચાર્જની છૂટ માટે ચાર્જના લેવલને કેલક્યુલેશન સાથે જોડે છે. યુટિલિટી ટ્રાન્ઝેક્શન માટે વધારે ચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.