બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / વાઘનું મોઢું ગંધાય છે એવું કોણ કહે? તમને સાતમી વખત ટિકિટ આપવી પડશે, સી આર પાટિલનો કટાક્ષ
Last Updated: 09:15 AM, 3 February 2025
ભાજપના પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલ તેમના હળવા કટાક્ષ માટે જાણીતા છે. ત્યારે તાજેતરમાં નવસારીના કરાડી ગામે રાષ્ટ્રીય શાળાનો શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, નવસારીના સાંસદ સીઆર પાટીલ, ધારાસભ્ય આર.સી.પટેલ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ દરમિયાન જાહેર મંચ પરથી ધારાસભ્ય આર.સી.પટેલે પોતાના કામો ગણાવ્યા હતા. જેમાં તેઓએ કહ્યું હતું કે કોઈ કહે, કે મેં કામ નથી કર્યા, તો રાજકારણ છોડી દઈશ. પબ્લિક એમ કહે કે, તેમના ફોન નથી ઉપાડતો તો રાજકારણ છોડી દઈશ કહીને 6 વર્ષથી પોતાના વિસ્તારમાં કામો કર્યા હોવાનો ધારાસભ્યએ ગર્વ લીધો હતો.
વધુ વાંચોઃ ચિત્રના શિક્ષકની ગંદી હરકત! વૉશરૂમમાં મહિલાઓના ચોરી છૂપે બનાવતો વીડિયો, થઈ ધરપકડ
ત્યારે બીજી તરફ સી.આર.પાટીલે ધારાસભ્ય આર.સી.પટેલને હળવો કટાક્ષ માર્યો હતો. જેમાં ધારાસભ્યોએ કામો ગણાવતા સાંસદે કહ્યુ સાતમી વખત ટિકિટ આપવી પડશે તેમ કહીને બોલ્યા હતા કે વાઘનુ મોઢું ગંધાય છે એવું કોણ કહે? આટલા બધા રોડ બનાવ્યા છે તો તમને સાતમી વખત પણ ટિકિટ આપવી પડશે તેવું કહી ફરીવાર કટાક્ષ કર્યો હતો. ત્યારે સી આર પાટીલે કટાક્ષ કરતાનો વીડિયો વાયરલ થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.