cr patil did rally in ahmedabad, bjp organizes other rallies in surat and rajkot
ચૂંટણી /
અમદાવાદમાં પાટીલનો પ્રચંડ પ્રચાર : અન્ય શહેરોમાં પણ BJPની રેલી, ટ્રાફિક જામમાં નાગરિકો અટવાયા
Team VTV12:47 PM, 19 Feb 21
| Updated: 12:49 PM, 19 Feb 21
મહાપાલિકાઓમાં ચૂંટણી પ્રચાર માટે આજે છેલ્લો દિવસ છે ત્યારે આજે ભાજપ દ્વારા વિવિધ શહેરોમાં શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું છે.
ગુજરાતની મહાપાલિકાઑ માટે રવિવારે થશે મતદાન
આજે પ્રચાર કરવા માટે અંતિમ દિવસ
છેલ્લા દિવસે ભાજપે કર્યું શક્તિપ્રદર્શન
આજે શાંત થઈ જશે પ્રચારના પડઘમ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મનપામાં પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા મોટા પાયે તૈયારી કરવામાં આવી છે.ગુજરાતમાં 6 મનપા માટે 21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થવા જઈ રહી છે અને આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જનસંપર્ક માટે ઝંઝાવાતી પ્રચાર કરવા જઈ રહ્યા છે. આજે બંને પાર્ટીઓ પોતાનું શક્તિ પદર્શન કરી રહી છે.
આજે મહાપાલિકાના ચૂંટણીપ્રચારનો છેલ્લો દિવસ છે ત્યારે અમદાવાદમાં ભાજપની જનસંપર્ક યાત્રા મોટી સંખ્યામાં લોકો કાર્યકરો જોડાયા હતા. સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી અને આ રેલી 17 વોર્ડમાંથી નિકળી રહી છે. અમદાવાદમાં કુલ 22 કિલોમીટરના રૂટ ઉપર છે આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ મનપામાં 175 પ્લસનો ટાર્ગેટ છેઃ આઈ.કે.જાડેજા
નોંધનીય છે કે આ રેલીઑ દ્વારા ભાજપ લોકો સુધી પહોંચવા માટે પ્રયાસ કરી રહ્યું છે ત્યાં ભાજપ શહેર પ્રભારી આઈ. કે. જાડેજાએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અમદાવાદ મનપામાં 175 પ્લસનો ટાર્ગેટ છે. સાથે સાથે તેમણે માસ્ક માટે કાર્યકરોને સૂચન કર્યું હતું કે માસ્ક વિના રેલીમાં ન જોડાય તે માટે અપીલ કરી છે.
સુરતમાં ભાજપનો ચૂંટણી પ્રચાર
સુરતમાં પણ આજે ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 7માં ભાજપનો ઝંઝાવાતી પ્રચાર જોવા મળી રહ્યો છે જેમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપે લગાવી તાકાત લગાવી દીધી છે. સુરતની સાથે રાજકોટમાં પણ ભાજપ દ્વારા જબરદસ્ત પ્રચાર કરવામાં આવ્યો છે. રાજકોટના તમામ વોર્ડમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.