બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:40 AM, 12 February 2025
સીપીઆઇ રિપોર્ટ અનુસાર 2024 માટે ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક (CPI) માં ભારત 180 દેશોમાંથી 96મા ક્રમે છે. જોકે 2023 ની સરખામણીમાં આ સૂચકાંકમાં ભારતનો ક્રમ એક ઘટ્યો છે. જેના કારણે ભારતની રેન્કિંગ3મા અંતર આવી ગયુ છે. ભારતને 100 માંથી 38 નંબર મળ્યા છે. જ્યારે 2023માં તે 39 અને 2022માં 40 રેંક પર હતું. 2023 માં ભારતનો ક્રમ 93મો હતો.
ADVERTISEMENT
ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે કરપ્શન પરસેપ્શન ઇંડેક્સ 2024 ની રેન્કિંગ જાહેર કરી છે. રેન્કિંગ બનાવવા માટે સીપીઆઇ જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના કથિત સ્તરના આધારે 180 દેશો અને પ્રદેશોને ક્રમ આપે છે, જે દેશોને 0 અને 100 ની વચ્ચેનો સ્કોર આપે છે. રેન્કિંગમાં સૌથી વધુ ગુણ મેળવનારા દેશો સ્વચ્છ છે, જ્યારે શૂન્ય ગુણ મેળવનારા દેશો સૌથી વધુ ભ્રષ્ટ છે.
ADVERTISEMENT
મંગળવારે જાહેર કરાયેલા સીપીઆઇ રિપોર્ટ મુજબ 2024 માટે ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક (CPI) માં ભારત 180 દેશોમાંથી 96મા ક્રમે છે. જોકે, 2023 ની સરખામણીમાં આ સૂચકાંકમાં ભારતનો ક્રમ એક ઘટ્યો છે. જેના કારણે ભારતનો ક્રમાંક 3નો સુધર્યો છે. ભારતને 100 માંથી 38 ગુણ મળ્યા છે. જ્યારે 2023માં તે 39 અને 2022માં 40 હતું. 2023 માં ભારતનો ક્રમ 93મો હતો.
પડોશી દેશો પાકિસ્તાન અને શ્રીલંકાની સ્થિતિ
ભારતના પડોશી દેશોમાં પાકિસ્તાન (135) અને શ્રીલંકા (121) પોતપોતાના નીચા રેન્કિંગ સાથે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે બાંગ્લાદેશ 149 મા ક્રમે છે. જ્યારે ચીન આ રેન્કિંગમાં 76મા સ્થાને છે. CPI રેન્કિંગમાં ડેનમાર્ક ટોચ પર છે. તે પછી ફિનલેન્ડ અને સિંગાપોર આવે છે.
'મોટાભાગના દેશોમાં 50 થી ઓછા અંક'
રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં ભ્રષ્ટાચારના ગંભીર કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. 43 ની વૈશ્વિક સરેરાશ વર્ષોથી યથાવત છે, બે તૃતીયાંશથી વધુ દેશો 100 માંથી 50 થી ઓછા સ્કોર કરે છે અને અબજો લોકો આ દેશોમાં રહે છે જ્યાં ભ્રષ્ટાચાર લોકોના જીવનને અસર કરે છે અને માનવ અધિકારોનું સતત કમજોર થવું ચાલુ રહે છે.
2024 ના CPI એ દર્શાવ્યું હતું કે ભ્રષ્ટાચાર વિશ્વના દરેક ભાગમાં એક ખતરનાક સમસ્યા છે, પરંતુ ઘણા દેશો સારા માટે બદલાઈ રહ્યા છે. જ્યારે 2012 થી 32 દેશોએ તેમના ભ્રષ્ટાચારના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. પરંતુ હજુ ઘણું કામ કરવાનું બાકી છે, કારણ કે તે જ સમયગાળા દરમિયાન 148 દેશો કાં તો સ્થિર રહ્યા અથવા હાલત વધુ બદતર થઇ ગઇ.
આ પણ વાંચોઃ 'મશીનોની તાકાત વધતાં કેટલાક ચિંતામાં છે પણ..', પેરિસ AI સમિટમાં જુઓ શું શું બોલ્યા PM મોદી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો ગ્લોબલ હીટિંગના ભયંકર પરિણામો ભોગવી રહ્યા છે કારણ કે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા અને કમજોર વસ્તીને સુરક્ષિત રાખવા માટે દેશોને આપવામાં આવેલા ભંડોળની ચોરી અથવા તેનો દુરુપયોગ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.