Saturday, August 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

તપાસ / જમા કરાવો 2 ડોક્યુમેન્ટ અને ડિટેક્ટિવ એજન્સી તપાસ બાદ આપશે ગૌશાળામાંથી ગાય

જમા કરાવો 2 ડોક્યુમેન્ટ અને ડિટેક્ટિવ એજન્સી તપાસ બાદ આપશે ગૌશાળામાંથી ગાય

જે વ્યક્તિ ગાયને દત્તક લેવાની ઇચ્છા વ્યક્ત કરે છે તેની તપાસ તેઓ પ્રાઇવેટ ડિટેક્ટિવ પાસે કરાવે છે. તપાસ દરમિયાન જોવામાં આવે છે કે તે વ્યક્તિ ગાય અને અન્ય પશુઓ પ્રત્યે પ્રેમ ધરાવે છે કે નહીં, તેની પાસે પાલનપોષણ માટે સમય છે કે નહીં? તપાસ બાદ આવેદક સાથે બોન્ડ ભરાવાય છે કે ગાયની બીમારી અને મૃત્યુની અવસ્થામાં તે ગૌશાળાને સૂચના આપશે. 

રાજધાનીના મયૂરવિહાર ફેઝ-૧માં આવેલી ગૌશાળા લોકોને નિઃશુલ્ક ગાય દત્તક આપે છે. આ ગૌશાળા અહીંના રાધાકૃષ્ણ મંદિરમાં આવેલી છે. ગૌશાળાના મહંત બાબા મંગલદાસ ૧૨ વર્ષથી એક ચળવળ ચલાવી રહ્યા છે. તે ખુદ ગાયોનું સંરક્ષણ કરે છે અને તેમની ખાણીપીણી પર ધ્યાન રાખે છે. ખાસ વાત એ છે કે જે વ્યક્તિ ગાયને દત્તક લેવાની ઇચ્છા વ્યક્ત કરે છે તેની તપાસ તેઓ પ્રાઇવેટ ડિટેક્ટિવ પાસે કરાવે છે. તપાસ દરમિયાન જોવામાં આવે છે કે તે વ્યક્તિ ગાય અને અન્ય પશુઓ પ્રત્યે પ્રેમ ધરાવે છે કે નહીં, તેની પાસે પાલનપોષણ માટે સમય છે કે નહીં? તપાસ બાદ આવેદક સાથે બોન્ડ ભરાવાય છે કે ગાયની બીમારી અને મૃત્યુની અવસ્થામાં તે ગૌશાળાને સૂચના આપશે. 

બાબા મંગલદાસે જણાવ્યું કે સમગ્ર કાર્યવાહીનો હેતુ એ છે કે ગાય યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે. અત્યાર સુધી ૩૨ લોકો અહીંથી ગાયને દત્તક લઇ ચૂક્યા છે. આ ગૌશાળા ગ્રેટર નોઇડાના સેક્ટર-૧૪૬માં છે. બંને જગ્યાએ હાલમાં કુલ ૩૧૦૦ ગાય છે. જો કોઇ વ્યક્તિ ગાયને દત્તક લેવા ઇચ્છે છે તો તેણે ગૌશાળામાં જઇને પોતાનો પાસપોર્ટ અને આધારકાર્ડની કોપી જમા કરાવવી પડે છે.  વસુંધરા અને પટપટગંજની સોસાયટીઓ પાસેથી ગાયનું ઘાસ અને દાન મળે છે. સોસાયટીઓમાં ઘણી જગ્યાએ ડ્રમ રાખેલાં છે. લોકો તેમાં ભોજન નાખે છે.  ચાર ઇ-રિક્ષા પર ડ્રમમાં નખાયેલાં રોટી-ગોળ અને લોટ એકત્ર કરાય છે. 

ગાયને રોજ લીલું ઘાસ, ભૂંસુ, સોડા, ધાણા, મોટી ઇલાયચી અને અજમો આપવામાં આવે છે. બાબાએ જણાવ્યું કે ગાય અને વાછરડાં પર રોજનો ૫૦ હજાર રૂપિયા ખર્ચ થાય છે. 
બાબા મંગલદાસે જણાવ્યું કે તેમની પાસે ૩૨ જાતની ગાય છે, તેમાં મૃગનયની, મયૂરપંખી, બાગલા, દેવલી, મેવાતી, શ્યામા, હરિયાણવી, સહિવાલ, મન્સૂરી, અમૃતમહાલ પણ છે. કેટલીક પ્રજાતિ તો એવી છે, જે ખૂબ જ ઓછી બચી છે. ગૌશાળામાં ગાયનું બ્રીડિંગ કરાવાય છે.

ફોટો સૌજન્ય - Dainikbhaskar.com

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ