દેશમાં 18 વર્ષથી ઉપરના લોકોના વેક્સિનેશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે એટલો બધો લોડ વધ્યો કે કોવિડ પ્લેટફોર્મ કે આરોગ્ય સેતુ એપનું સર્વર ડાઉન થયું હતું.
18 વર્ષથી ઉપરના લોકોના વેક્સિનેશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરું થયું
મોટી સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશનનો પ્રયાસ કરતા કોવિનનું સર્વર થયું ડાઉન
કોવિડ પ્લેટફોર્મ કે આરોગ્ય સેતુ એપનું સર્વર ડાઉન થયું
લોકોને પડી ખૂબ મુશ્કેલીઓ
મોટાભાગના યુઝર્સ પાસે સંદેશ આવી રહ્યો હતો કે કોવિન સર્વર પરેશાનીનો સામનો કરી રહ્યું છે કૃપા કરીને થોડા સમય બાદ પ્રયાસ કરો.
મોટી સંખ્યામાં લોકોએ પ્રયાસ કરતા સર્વર ખોટકાણું
ઘણા યુઝર્સે આરોગ્ય સેતુ એપ ખોલવાની કોશિશ કરી ત્યારે બેડ ગેટવે એવા મેસેજ ફ્લેશ થયેલો જોવા મળતો હતો. એકીસાથે મોટી સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશન માટે પ્રયાસ કરતા સર્વર ખોટકાણું હતું.
Vaccination appointments for 18 plus will be possible once the State Governments and Private Vaccination Centers schedule Vaccination sessions. Registration is happening on https://t.co/S3pUooMbXX.
18 વર્ષથી 44 વર્ષના લોકો 1 મે થી કોરોના વેક્સિન લઈ શકે છે જોકે તેના માટે પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે.
CoWIN પોર્ટલ દ્વારા આવી રીતે કરાવો રજિસ્ટ્રેશન
1. સૌથી પહેલા CoWIN ની વેબસાઈટ ઓપન કરો. ત્યાર બાદ Register/Sign in પર ક્લિક કરો
2. ત્યાર બાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરો Get OTP પર ક્લિક કરો. ઓટીપી આવે ત્યારે તેની સાઈટ પર એન્ટર કરીને વેરિફાય કરો.
3. Register for Vaccination પેજ ઓપન થશે જેમાં તમારે તમારી ડિટેલ્સ આપવી પડશે જેવી કે ફોટો,આઈડી પ્રૂફ, નામ, જાતિ,તથા જન્મતારીખ. ત્યાર બાદ Register પર ટેપ કરી દો.
4. રજિસ્ટર કર્યા બાદ તમને એપોઈનમેન્ટ શિડ્યુઅલ કરવાનો વિકલ્પ મળશે. નામ પ્રમાણે શિડ્યુઅલ કરવાનો વિકલ્પ મળશે અને તેની પર ક્લિક કરો.
5. સર્ચ બારમાં તમારો પિનકોડ નાખો. જ્યાં જ્યાં સેન્ટર્સ હશે ત્યાં ત્યાં પીન દેખાશે.
6. સમય અને તારીખ નક્કી કરો અને Confirm પર ક્લિક કરી દો.
રસીના 14.65 કરોડ ડોઝની ખપત થઈ ચૂકી છે
ભારતમાં કોરોના રસીકરણ અભિયાનની શરુઆતને લઈને અત્યાર સુધીમાં રસીના 14.65 કરોડ ડોઝની ખપત થઈ ચૂકી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને અત્યાર સુધીમાં 15 કરોડથી વધારે (15.65 કરોડ) રસીના ડોઝ આપ્યા છે. જેમાં વેસ્ટ ગયેલા સહિત કુલ 14.64 કરોડ ડોઝની ખપત થઈ છે.
એટલે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પાસે અત્યારે પણ 1 કરોડથી વધારે રસી(1,00,47,157) લોકોને આપવા માટે ઉપલબ્ધ છે. રાજ્યોમાં આવનારા 3 દિવસોમાં રસીના 80 લાખથી વધારે (86,40,000) હજું વધારે રસી મળી જશે. આ જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલયે આપી છે.