COVID19 vaccine Covovax is now WHO approved for emergency use SII
સફળતા /
ભારત માટે મોટી ખુશખબરઃ બાળકોની વેક્સિન Covovaxને ઇમરજન્સી ઉપયોગ માટે WHOની મંજૂરી
Team VTV08:45 PM, 17 Dec 21
| Updated: 08:52 PM, 17 Dec 21
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ કોરોનાની કોવોવેક્સ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.
બાળકોની કોરોના વેક્સિન કોવોવેક્સિનને WHOની મંજૂરી
સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા(SII)એ તૈયાર કરી છે વેક્સિન
અદાર પૂનાવાલાએ ટ્વિટ કરીને આપી માહિતી
સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા(SII)એ બાળકોની કોરોના વેક્સિન કોવોવેક્સિન તૈયાર કરી છે. ત્યારે હવે આ વેક્સિનને WHOની મંજૂરી મળી ચૂકી છે. આ અંગે SIIના CEO અદાર પૂનાવાલાએ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, સારી સુરક્ષા અને અસરકારકતા વાળી કોરોના વેક્સિન કોવોવેક્સને WHOએ ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.
અદાર પૂનાવાલાએ આ સફળતા પર ખુશી વ્યક્ત કરતા WHOનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, હજુ સુધી COVID-19 વિરૂદ્ધ આપણી લડાઈમાં વધુ એક મીલનો પથ્થર છે. કોવોવેક્સને ઇમરજન્સી ઉપયોગને મંજૂરી મળી ગઇ છે.
COVID19 vaccine Covovax is now WHO approved for emergency use, showing excellent safety and efficacy, says Adar Poonawalla, CEO, Serum Institute of India pic.twitter.com/r5rvn9n8K0
વેક્સિન ત્રણ વર્ષ સુધીના બાળકોને કોરોનાથી બચાવશેઃ પૂનાવાલા
થોડા દિવસ અગાઉ વેક્સિન ઉદ્યોગ સંબંધી કોન્ફરન્સમાં ભાગ લેતા પૂનાવાલાએ કહ્યું હતું કે, બાળકોની વેક્સીન કોવોવેક્સ 3 વર્ષ સુધી બાળકોનો કોરોનાથી બચાવ કરશે. હાલના સમયમાં સીરમની કોવિશીલ્ડ અને અન્ય કંપનીઓની કોરોના વેક્સિન 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે તૈયાર થઇ ગઇ છે. અમને બાળકોમાં ગંભીર બિમારીઓ નજરે નથી આવી. સૌભાગ્યથી બાળકોને લઇને ડર જેવી સ્થિતિ નથી. આશા છે કે, 3 વર્ષ સુધીના બાળકો માટે હશે.
બાળકોની વેક્સિન અસરકાર અને સુરક્ષિત હોવાનો દાવો
પૂનાવાલાએ કહ્યું કે, તમારે બાળકોની રસી લગાવવી જોઈએ અને તેનું કોઈ નુકસાન નથી. આ વેક્સિન સુરક્ષિત અને અસરકારક મળી આવી છે. તેમણે કહ્યું કે, જો તમે ઇચ્છો છો કે તમારા બાળકોની રસી લગાવવી છે તો સરકારની જાહેરાતની રાહ જુઓ અને ત્યારબાદ રસી લગાવી લો. આ રસી કામ કરશે અને બાળકોને સંક્રમણ રોગથી બચાવશે.