covid vaccine govt says a total of 447 adverse events following immunisation reported 3 cases required hospitalisation
Coronavirus Vaccine /
દેશમાં કુલ 447 લોકોમા જોવા મળી વેક્સિનની સાઈડ ઈફેક્ટ, 3 લોકોને કરાયા દાખલઃ સ્વાસ્થ્ય મંત્રાલય
Team VTV07:52 AM, 18 Jan 21
| Updated: 07:58 AM, 18 Jan 21
દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશનની શરૂઆત થઈ છે ત્યારે કોરોનાની વેક્સિન લાગ્યા બાદ 447 લોકોમાં સાઈડ ઈફેક્ટ્સ જોવા મળી છે અને સાથે જ 3 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે એમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
દેશમાં જોવા મળી વેક્સિનની સાઈડ ઇફેક્ટ
447 લોકોમાં જોવા મળી સાઈડ ઈફેક્ટ્સ
3 દર્દીઓને કરાયા હોસ્પિટલમાં દાખલ
આ પહેલાં પણ દિલ્હીમાં 51 લોકોને સાઈડ ઈફેક્ટ થયાનું અને 1ને હોસ્પિટલમાં એડમિટ કરાયા હોવાનું સામે આવ્યું હતું. કેટલાક લોકોને એલર્જી અને ગભરામણ થયા હોવાની ફરિયાદ મળી છે. આ સાથે એક વર્કરને એઈએફઆઈ સેન્ટર મોકલવાની જરૂર પડી હતી. દેશમાં બીજા દિવસે 17072 લોકોને વેક્સિનના ડોઝ અપાયા હતા અને અત્યાર સુધીમાં કુલ 2,24, 301 લોકોને વેક્સિન આપવાની જરૂર પડી છે.
સ્વાસ્થ્યમંત્રીનું નિવેદન
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે શનિવારે અહીં 51 કેસમાં સાઈડ ઈફેક્ટ જોવા મળી જેમાં સામાન્ય તકલીફ હતી. જોકે 1 કેસ ગંભીર થતાં તેને સારવાર માટે દાખલ કરાયો હતો. જે હેલ્થ વર્કરને દાખલ કરાયો હતો તેની ઉંમર 22 વર્ષની છે અને તે સિક્યોરિટીનું કામ કરે છે. કુલ મળીને અન્ય લોકોને રાહત બાદ રજા આપી દેવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે સરકારે વેક્સીનેશન સેન્ટર પર જ એઈએફઆઈ કેન્દ્રો બનાવ્યા છે. અહીં વેક્સિન લાગ્યા બાદ તેના દુષ્પ્રભાવ મળતા ચેકઅપની સુવિધા મળી રહે છે. દેશમાં 16 જાન્યુઆરીથી પીએમ મોદીએ વેક્સીનેશન અભિયાનની વીડિયો કોન્ફરન્સથી શરૂઆત કરી છે. અને સાથે દેશની લગભગ 3300 સાઈટ પર તેનો પ્રારંભ થયો છે.
પહેલાં દિવસે અપાયા આટલા ડોઝ
આ અભિયાન હેઠળ પહેલા દિવસે 1,65,714 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં રાજધાની દિલ્હીમાં કોરોના વેક્સિનની સાઈડઇફેક્ટના 51 કેસ સામે આવ્યા છે. તો એક વ્યક્તિને હોસ્પિટલમાં એડમિટ કરાયો છે. દિલ્હીમાં વેક્સીનેશન અભિયાનના પહેલા દિવસે 4319 સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સિન આપવામાં આવી હતી.
આ બાબતોની ફરિયાદ જોવા મળી
વેક્સિનની સામાન્ય સાઈડ ઈફેક્ટની સાથે સાઉથ દિલ્હી અને સાઉથ વેસ્ટ દિલ્હીમાં સૌથી વધારે પરિણામો જોવા મળ્યા છે. બંને વિસ્તારોમાં 11 કેસ આવ્યા છે. એનડીએમસીના આધારે ચરક નગરપાલિકા હોસ્પિટલના 2 સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિન આપ્યા બાદ સામાન્ય સાઈડ ઇફેક્ટ જોવા મળી હતી. આ બંનેને છાતીમાં દુઃખાવવાની ફરિયાદ હચી. બંનેને ટીમની નજર હેઠળ રખાયા. સામાન્ય સ્થિતિ બાદ તેમને રજા આપવામાં આવી.
સ્વાસ્થ્યમંત્રીએ કહી આ વાત
દેશમાં વેક્સીનેશનના પહેલા દિવસે સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આપણે સફળતાની તરફ આગળ વધી રહ્યા છીએ. સાથે મળીને કોરોના સાથે લડી રહ્યા છીએ. આપણે તૈયારી સાથે વેક્સીનેશન શરૂ કર્યું છે. રાજ્યો તરફથી જે ફીડબેક મળી રહ્યો છે તે સારો છે. આ વર્ષે આપણે કોરોનાની લડાઈમાં જીત મેળવી શકીશું.