કેરળ,તમિલનાડુ અને બીજા રાજ્યો લોકડાઉન વધારવાના પક્ષમાં
દિલ્હી,મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે
કેન્દ્ર સરકારે અનલોકમાં શું છૂટ આપી હતી ?
ભારત સરકારે ગય વર્ષે25 થી 31 માર્ચ સુધી લોકડાઉન કર્યું હતું. 1 જૂનથી તબક્કાવાર રીતે અનલોકની પ્રોસેસ શરુ કરાઈ હતી. જુનના બીજા અઠવાડિયામાં શોપિંગ મોલ, ધર્મસ્થળો,હોટલ, રેસ્ટોરન્ટ ખોલવાની પરમિશન અપાઈ હતી.
દિલ્હીમાં ટૂંક સમયમાં લોકડાઉનમાં મળી શકે છે છૂટ
લોકડાઉનમાં છૂટના મુદ્દે દિલ્હી ઉપરાજ્યપાલ અનિલ બેંજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચ્ચે વિકેન્ડમાં વાત થવાની છે. કેજરીવાલે મીડિયાને આ વાતની જાણકારી આપી હતી દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 5 ટકાથી નીચે આવતા દિલ્હી સરકાર લોકડાઉનમાં છૂટ આપી શકે છે.
1 જુનથી મધ્યપ્રદેશમાં અનલોકિંગ પ્રોસેસ શરુ થશે
મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચોહાણે જણાવ્યું કે રાજ્યમાં કોરોના કન્ટ્રોલમાં છે તેથી 1 જુનથી ધીરેધીરે બધુ રાબેતા મુજબ શરુ કરવામાં આવશે. વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં ચોહાણે જણાવ્યું કે અમે રાજ્યને કાયમી ધોરણે બંધ ન રાખી શકીએ. તબક્કાવાર રીતે થોડા દિવસોમાં પ્રતિબંધ હટાવવો પડશે.
મુખ્યમંત્રીએ ચોહાણે જણાવ્યું કે રાજ્યમાં પોઝિટિવીટી રેટ 5 ટકા કરતા પણ ઓછો છે અને રિકવરી રેટ 90 ટકાથી ઉપર છે. અમે કોરોના સંક્રમણને કન્ટ્રોલ કરવાની સ્થિતિમાં છીએ. રાજ્યમાં ગઈકાલે 82,000 સેમ્પલો લેવાયા જેમાં 3000 પોઝિટીવ નીકળ્યાં છે અને 9000 કરતા પણ વધારે દર્દીઓ સાજા થયા છે.
યુપીમાં 1 જુનથી રાહતના આસાર
યુપીમાં મેના અંત સુધીમાં લોકડાઉન ચાલુ રહી શકે છે. હાલમાં 24 મેની સવારે 7 કલાક સુધી આંશિક કોરોના કર્ફ્યુ ચાલુ રહેશે. જોકે રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ લોકડાઉનમાં છુટનો સંકેત આપ્યો
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉનમાં થોડી છૂટનો સંકેત આપતા જણાવ્યું કે એક સમીક્ષા બેઠક યોજવામાં આવશે અને તેમાં અનલોકિંગ અંગેનો નિર્ણય લેવાશે. તેમણે કહ્યું કે ગત મહિનાની તુલનામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી થઈ છે. રમાં હાલમાં ચાલુ રહી શકે છે લોકડાઉાન
બિહારમાં નીતિશ સરકાર જુનના પહેલા અઠવાડિયામાં લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે. રાજ્યમાં 5 મે બાદ લોકડાઉન લાગુ છે. છેલ્લા કેટલાલ દિવસથી રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
રાજસ્થાન,તમિલનાડુ કેરળમાં લોકડાઉન લંબાવવાની જાહેરાત થઈ શકે છે.
રાજસ્થાનમાં 31 મે અથવા તો 10 જુન સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લેવાઈ શકે છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યમાં લોકડાઉન વધારવાનો સંકેત આપ્યો છે. હેલ્થ એક્સપર્ટ્સ પણ હાલમાં લોકડાઉન વધારવાના પક્ષમાં છે. તમિલનાડુમાં 10 મેથી સંપૂર્ણ લોકડાઉન છે. મુખ્યમંત્રી એમ કે.સ્ટાલિને જણાવ્યું કે લોકડાઉન લંબાવવામાં આવી શકે છે. કેરળમાં 30 મે સુધી લોકડાઉન વધારી દેવાયું છે. કર્ણાટકમાં પણ 7 જૂન સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે.