બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:50 AM, 20 September 2024
કોરોના વાયરસનો કહેર વર્ષ 2019માં ચીનમાં શરૂ થયો હતો, જેના પછી તે સમગ્ર દુનિયામાં ફેલાય ગયો. કોવિડ મહામારીના કારણે કરોડો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઘણા દેશોમાં હજી પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. એક્સપર્ટ્સના અનુસાર, કોરોના વાયરસ ચીનના વુગાન લેબથી ફેલાયો હતો જેનો વિવાદ હજી પણ ચાલી રહ્યો છે. અમેરિકા સહિત ઘણા દેશોએ ચીન પર વાયરસ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.
ADVERTISEMENT
એક નવી સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે. આ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2029ના અંતમાં ચીનના વુહાન માર્કેટમાંથી કોરોના વાયરસ ફેલાયો હતો. આ સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ ચીનના વુહાનના હુવાનાન સીફૂડ માર્કેટમાંથી 800 કરતા વધારે સેમ્પલ ભેગા કર્યા હતા. આ સેમ્પલ જાન્યુઆરી 2020માં બજાર બંધ થયા પછી જ્યાં જંગલી પ્રાણીઓ વેચાયા હોવાની શંકા હતી. જાન્યુઆરી 2020 માં બજારો બંધ થયા પછી આ સેમ્પલ સીધા પ્રાણીઓ અથવા લોકો પાસેથી નહીં, પરંતુ જંગલી પ્રાણીઓનું વેચાણ કરતા સ્ટોલ અને ગટરની સપાટી પરથી લેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
લેબનોનમાં હેઝબુલ્લાંના એક પછી એક હજારો પેજરોમાં બ્લાસ્ટ કેવી રીતે થયો?
સેલ જર્નલમાં પ્રકાશિત આ સ્ટીડના ઓર્થર ફ્લોરેન્સ ડેબેરે જણાવ્યું કે, તેઓ નિશ્ચિતપણે એવું નથી કહી શકતા કે માર્કેટમાં પ્રાણીઓ સંક્રમિત હતા કે નહીં. જો કે ફ્રાન્સની CNRS એજેન્સીના બાયોલિજસ્ટે જણાવ્યું કે, અમારું રિસર્ચ પુષ્ટિ કરે છે કે 2019ના અંતમાં આ માર્કેટમાં જંગલી પ્રાણીઓ હતા. તેમાં રેકૂન ડોગ્સ અને સિવેટ્સ જેવી પ્રજાતિના પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ પ્રાણીઓ દક્ષિણ-પશ્ચિમના ખૂણામાં હતા જે એ જ ક્ષેત્રમાં છે જ્યાં SARS-CoV-2 વાયરસ વિશે જાણકારી મળી હતી. તે કોવિડનું કારણ છે.
રિસર્ચ કરનારા એક્સપર્ટ્સે દાવો કર્યો છે કે, આ પ્રાણીઓ મનુષ્યની જેમ વાયરસને પકડી શકાય છે. તેના કારણથી તે મનુષ્ય અને ચામાડિયાની વચ્ચે એક ઈન્ટરમીટિએટ હોસ્ટ તરીકે શંકાના દાયરામાં છે જેનાથી SARS-CoV-2ની ઉત્પતિ થઈ હોવાની આશંકા છે. હુઆવ માર્કેટમાં આ પ્રાણીઓની ઉપસ્થિતિ પહેલા વિવાદિત હતી. જો કે, કેટલાક ફોટોગ્રાફિક સબૂત અને 2021ના એક અધ્યનમાં અસ્તિત્વમાં હતો. રિસર્ચના અનુસાર, કોવિડ વાયરસ માટે એક સ્ટોલના કેટલાક ભાગોમાં વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં પ્રાણીઓની ગાડીઓ, એક પાંજરું, એક કચરાની ગાડી અને વાળ હટાવવાનું મશીન સામેલ હતું.
વધુ વાંચોઃ- લેબનોનના યાત્રીઓ ફ્લાઇટમાં પેજર અને વોકી-ટોકી નહીં લઈ જઈ શકે, આ એરલાઈને લગાવ્યો પ્રતિબંધ
સંશોધકોના અનુસાક, સેમ્પલમાં મનુષ્યના ડીએનએની તુલનામાં સસ્તન પ્રાણીઓના વધારે ડિએનએ મળી આવ્યા હતા. કોવિડ પોઝિટિવ સેમ્પલ્સમાં સસ્તન પ્રાણીઓના ડીએનએ મળી આવ્યા હતા જેમાં પામ સિવેટ, બંબુ રેટ અને કૂતરા સામેલ છે. આ ડેટા દર્શાવે છે કે જાનવારોએ SARS-CoV-2 ફેલાવ્યો હતો અથવા કોવિડ 19ની શરૂઆતમાં સંક્રમિકત લોકોના કારણે વાયરસ ફેલાયો હતો. રિસર્ચમાં એ પણ પુષ્ટી થઈ કે માર્કેટના સેમ્પલમાં નવા કોવિડ વાયરસના સ્ટ્રેન જેનેટિકલી એવા જ હતા જેવા કોવિડના ઓરિજનલ સ્ટ્રેન હતા.
મતલબ કે માર્કેટમાં વાયરસની શરૂઆત થઈ હતી. કેમ્બ્રિજ યુનિવર્સિટીના નિષ્ણાત જેમ્સ વૂડ કહે છે કે આ સંશોધનમાં હુઆનાન સીફૂડ માર્કેટમાં જંગલી પ્રાણીઓના સ્ટોલમાં કોવિડ-19 રોગચાળાના સેમ્પલ મળ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.