બ્રેકિંગ ન્યુઝ
VTV / covid cases today in india detalis about corona
Mayur
Last Updated: 10:07 AM, 12 February 2022
ADVERTISEMENT
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો નોંધાયો છે. દેશમાં કોરોનાના 50,407 નવા કેસ નોંધાયા છે.
માત્ર એક દિવસ પહેલા, કોરોનાના દૈનિક 58,077 કેસ નોંધાયા હતા. ઉપરાંત, છેલ્લા 24 કલાક દરમિયાન, દેશમાં કોરોનાને કારણે 804 મૃત્યુ નોંધાયા છે. તેમાં કેરળમાં 251 મૃત્યુનો મોટો આંકડો પણ સામેલ છે.
ADVERTISEMENT
દેશમાં કોરોનાના ઘટતા કેસ અને સાજા થવાની મોટી સંખ્યાને કારણે સક્રિય કેસોમાં પણ ઘટાડો થયો છે. દેશમાં સક્રિય કેસ ઘટીને 6,10,443 થઈ ગયા છે. તે જ સમયે, સક્રિય કેસ હવે કુલ કેસના માત્ર 1.43 ટકા છે. એક દિવસ પહેલા સુધી, સક્રિય કેસોની સંખ્યા 6,97,802 હતી.
એક્ટિવ કેસ ઘટીને 6,10,443 થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 6,10,443 થઈ ગઈ છે. આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,7, 981 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે 1,36,962 લોકો સાજા થયા હતા, ત્યારબાદ 4,14,68,120 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે.
અત્યાર સુધીમાં લગભગ 172 કરોડ ડોઝ આપવામાં આવ્યા
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ વેક્સિનના લગભગ 172 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 46 લાખ 82, 662 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 172,29,47, 688 ડોઝ આપવામાં આવ્યા છે.
જો માત્ર ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીમાં રાજ્યમાં વેક્સિનેશનનો આકડો 10 કરોડને પાર પહોચી ગયો છે. જે રાજ્ય માટે એક મોટી વાત કહી શકાય. જો પહેલા ડોઝની જ વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5.16 કરોડ લોકો પહેલો ડોઝ લઈ ચુક્યા છે અને ટૂંક સમયમાં તેઓ બીજો ડોઝ લેશે.
4.72 કરોડ લોકો ફુલ્લી વેક્સિનેટેડ
તે સિવાય 4.72 કરોડ લોકો રાજ્યમાં હવે ફુ્લ્લી વેક્સિનેટેડ હોવાનું સામે આવ્યું છે. જોકે હજુ પણ સિનીયકર સિટીઝન વેક્સિન વગરના રહી ગયા છે. જેમા 4.51 લાખ ફુલ્લી વેક્સિનેટેડ છે. જ્યારે 1.52 લાખ સિનિયર સિટીઝને વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. પરંતું તેમણે બીજો ડોઝ નથી લીધો જેથી તેઓ ફુલ્લી વેક્સિનેટેડ નથી
બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે લડવા પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેમા છેલ્લા કેટલાય સમયથી સરકાર દ્વારા વેક્સિનેશ પૂરજોશમાં કરવામાં આવી રહ્યુ છે. આ સિવાય સિનીયર સિટીઝન તેમજ ફ્રન્ટ લાઈન વર્કરને હાલ બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે. જેનો લાભ તેઓ લઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT