covid cases today in india 2.35 lakh new cases and 871 patients died
Covid Case /
દેશમાં કોરોનાનાં કારણે મૃતકોની સંખ્યામાં ભારે વધારો, નવા 2.35 લાખ કેસ નોંધાયા
Team VTV09:53 AM, 29 Jan 22
| Updated: 09:58 AM, 29 Jan 22
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કારણે થયેલ મૃત્યુની સંખ્યામાં ભારે વધારો થયો છે. નવા કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો નથી પરંતુ ડેથ ટોલના કારણે ટેન્શન વધ્યું છે.
કોરોનાથી દૈનિક મૃત્યુનાં આંકડામાં વધારો
છેલ્લા 24 કલાકમાં 2.35 લાખ નવા કેસ
871 લોકોના મોત
દેશ માં કોરોના વાઇરસનું સંકટ અટકવાનું નામ નથી લેતું. શનિવારના મૃત્યુની સંખ્યામાં ભારે વધારાને કારણે લોકોની ચિંતા વધી રહી છે.
871 લોકોના મોત
આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવાર, 29 જાન્યુઆરીના આંકડા મુજબ દેશમાં બીટે 24 કલાકમાં 2,35,532 નવા કેસ સામે આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 871 લોકોને કોરોનાથી મોત થયા હતા છ જે ચિંતાજનક છે.
India reports 2,35,532 new #COVID19 cases, 871 deaths and 3,35,939 recoveries in the last 24 hours
Active case: 20,04,333 (4.91%)
Daily positivity rate: 13.39%
પરંતુ એક મુદ્દો એ પણ ચે કે દેશમાં હવે સક્રિય દર્દીઓની સંખ્યા ઓછી થઈ રહી છે અને તંદુરસ્ત લોકોની સંખ્યામાં વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં હવે 20.04 લાખ સક્રિય કિસ્સામાં એટલે કે 20,04,333 એક્ટિવ કેસ છે. માતે આજે રિકવર થનાર દર્દીઓની સંખ્યા આજે 3.35 લાખ થઈ છે.
પોઝિટીવીટી રેટ, 13.39 % થયો
કોરોનાનાં કારણે ગઈકાલે એટલે શુક્રવારે 627 દર્દીઓના મૃત્યુ થયા હતા અને ગુરુવારે 573 દર્દીઓના મોત થયા હતા. જેના કારણે આજે થયેલ વધારો ચિંતાજનક છે.
વેકસીનેશનના આંકડા?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 20 લાખ 4 હજાર 333 થઈ ગઈ છે.તો સામે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 93 હજાર 198 થઈ ગઈ છે.
મળેલી માહિતી અનુસાર, ગઈકાલે ત્રણ લાખ 35 હજાર 939 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 83 લાખ 60 હજાર 710 લોકો કોરોના મુક્ત થઈ ગયા છે.
રાષ્ટ્રવ્યાપી વેકસીનેશન ડ્રાઈવના કારણે અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 165 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 56, 72, 766 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 165 કરોડ 4 લાખ 87 હજાર 260 ડોઝ આપવામાં આવ્યા છે.