covid cases in india will touch 10 to 20 lacs per day government says here are the details of hospital
સરકારનું અનુમાન /
ઓહ બાપરે! જો આવું થયું તો ભારતમાં રોજના 10 થી 20 લાખ કોરોનાનાં કેસ જોવા મળશે! સરકારે પોતે જ કહી દીધું
Team VTV12:55 PM, 14 Jan 22
| Updated: 12:56 PM, 14 Jan 22
ભારતમાં વધતાં કોરોના કેસને લઈને સરકારનું અનુમાન સામે આવ્યું છે. ભારતમાં આગામી દિવસોમાં 10 થી 20 લાખ કોરોના કેસ જોવા મળે તેવી શક્યતા છે.
ભારતમાં કોરોનાના કેસમાં જોરદાર વધારો
રોજના 10 થી 20 લાખ કેસ આવશે
સરકાર અને નીતિ આયોગે શું કહ્યું જુઓ
કોરોનાવાયરસનો ઓમિક્રોન વેરિઅન્ટ દેશમાં અન્ય પ્રકારોને પાછળ છોડીને ઝડપથી ફેલાઈ રહ્યો છે.
ટોચના સરકારી સૂત્રો કહે છે કે આ કેસોમાં દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાના ટ્રેન્ડને જોતાં, ભારતમાં દૈનિક ધોરણે 10 લાખથી 20 લાખ કેસ પણ જોવા મળશે. ભારતમાં હજુ હવે તહેવારો અને મેળાવડાઓ પણ વધશે જેની સામે કોરોનાનાં કેસમાં પણ વધારો થાય તેવી શક્યતાને નકારી શકાય નહીં.
પોઝિટીવીટી રેટ પણ વધારે
24 કલાક પહેલા ગુરુવારે દેશમાં 2,47,417 નવા કેસ નોંધાયા હતા, જેમાં ટેસ્ટ પોઝિટીવીટી રેટ 13.11 ટકા હતો.
કોરોના મહામારીના સંચાલનમાં નજીકથી સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે Omicron વેરિઅન્ટના સંદર્ભમાં ઘણા દેશોના અનુભવને જોતાં, શક્ય છે કે હોસ્પિટલમાં દાખલ કોવિડ દર્દીઓની સંખ્યા અંદાજિત 5-10 ટકા કરતાં ઓછી હોય, જેની માહિતી પણ અગાઉથી હતી. તેથી ભારત સરકાર દ્વારા આ સપ્તાહની શરૂઆતમાં રાજ્યોને મોકલવામાં આવેલા પત્રમાં પણ આ માહિતી આપવામાં આવી હતી.
દેશમાં હાલ કેવી સ્થિતિ છે?
દેશમાં હાલ 18 લાખ 3 હજાર 266 આઇસોલેશન બેડ ઉપલબ્ધ છે તો સામે 1 લાખ 24 હજાર 598 ICU બેડ પણ ઉપલબ્ધ છે.
રોજના પાંચ લાખ કેસ આરામથી હેન્ડલ થઈ શકે એમ છે
અધિકારીએ જણાવ્યું હતું કે, "જ્યારે યુકેમાં ઓમિક્રોન વેરિઅન્ટ પ્રથમવાર મળી આવ્યું હતું, ત્યારે હોસ્પિટલમાં દાખલ થવાનો દર 6 ટકા હતો." પરંતુ જેમ જેમ તેનો સ્પ્રેડ આગળ વધતો ગયો અને વધુ સંક્રામક વેરિયન્તે બીજા કરતાં વધુ પ્રભાવ પાડ્યો, પણ હોસ્પિટલમાં એડમિટ થવાનો રેટ ઘટીને એક ટકા થઈ ગયો. ભારતમાં, અમે બીજા વેવના અનુભવોના આધારે આગળ જતા સંક્રમણનો સામનો કરવાની તૈયારી કરી છે.
તેમણે આગળ કહ્યું હતું કે, 'જો આપણે ફરીથી ડેલ્ટા આધારિત વેવનો અનુભવ કરીશું, તો હું કહીશ કે અમે લગભગ પાંચ લાખ કેસને હેન્ડલ કરી શકીએ છીએ.
જો હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા તેના એક ક્વાર્ટર કરતા ઓછી હોય, તો અમે તે સંખ્યાને ચાર ગણી સંભાળી શકીએ છીએ. તે સ્થિતિમાં, અમે કહી શકીએ કે અમે અંદાજિત 20 લાખ કેસોને હેન્ડલ કરી શકીએ છીએ.
નીતિ આયોગના સભ્ય શું કહે છે?
નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પૌલે પણ 5 જાન્યુઆરીએ સાપ્તાહિક COVID બ્રીફિંગ દરમિયાન આવો જ સમાન અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, ઓમિક્રોનના સંદર્ભમાં સજ્જતા વિશે તેમણે કોઈ સીધી ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
ડૉ. પાલે કહ્યું, 'એ સાચું છે કે અમે અગાઉ કહ્યું હતું કે રોજના 4.5 થી 5 લાખ કેસ જ્યારે વધી રહ્યા છે ત્યારે પણ પરિસ્થિતિને સંભાળી શકાય એમ છે. પરંતુ તે ડેલ્ટા વેરિઅન્ટના સંદર્ભમાં હોસ્પિટલાઇઝેશનના આંકડા પર આધારિત અનુમાન હતું.
તેમણે કહ્યું હતું કે હાલની સ્થિતિ પર કોઈપણ નિવેદન આપતા પહેલા ઓમિક્રોનના ડેટાને સમજવા માટે અમને થોડો વધુ સમય જોઈએ છે.