કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતનું COVID19 રસીકરણનું કવરેજ 158.04 કરોડને વટાવી ગયું છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં લગભગ 80 લાખ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આ બાબત ભારત માટે પ્લસ પોઈન્ટ છે કે મોટાપાયે વેકસીનેશન પૂરું કરવામાં આવ્યું હોવાથી દેશમાં ઇમ્યુનિટી ડેવલપ થઈ રહી છે.
India’s cumulative #COVID19 vaccination coverage exceeds 158.04 crores, as nearly 80 lakh vaccine doses were administered in the last 24 hours: Union Health Ministry
રાહતના સમાચાર એ છે કે ગઈકાલ કરતાં આજે 20,071 કેસ ઓછા નોંધાયા હતા. એ જોતાં લાગી રહ્યું છે કે હવે ફરી ભારતમાંથી કોરોના વિદાય લઈ રહ્યો છે. એટલે કે ત્રીજી લહેર એક્સપર્ટસના કહ્યા અનુસાર ટૂંક સમયમાં જ વિદાય લે તેવી શક્યતા દેખાઈ રહી છે. આજે ભારતમાં 2.38 લાખ કેસ નોંધાયા હતા તો 310 મૃત્યુ અને 1,57,421 કેસ રિકવર થયા છે.
ઓમીક્રોનની શું સ્થિતિ?
ભારતમાં અત્યાર સુધીમાં કુલ 8,891 ઓમિક્રોન કેસ મળી આવ્યા છે. આજે ઓમીક્રોનના કેસમાં ગઈકાલ કરતાં 8.31% નો વધારો નોંધાયો છે.