બ્રેકિંગ ન્યુઝ
Hiren
Last Updated: 11:28 PM, 16 January 2021
ADVERTISEMENT
મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસ વિરૂદ્ધ ચાલી રહેલા વેક્સિનેશન અભિયાનને હાલ રોકી દીધું છે. રસીકરણના આ અભિયાનને 18 જાન્યુઆરી સુધી સમગ્ર મહારાષ્ટ્રમાં રોકી દેવામાં આવ્યું છે. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, કોવિન એપમાં ટેક્નિકલ ખામીઓના કારણે આ કાર્યક્રમ પર રોક લગાવી દેવામાં આવી છે. આ અંગે મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગે જાણકારી આપી છે.
જણાવી દઇએ કે મુંબઈમાં રસીકરણ માટે 10 કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જેમાં 41 બૂથ રાખવામાં આવ્યા છે. જેમાં BMCના 9 અને રાજ્ય સરકારનું એક કેન્દ્ર સામેલ છે. રાજ્ય સરકારને આધિન આવરનારા જેજે હોસ્પિટલમાં માત્ર એક શિફ્ટ એટલે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી રસીકરણ કરવામાં આવશે, જ્યારે BMCના 9 કેન્દ્ર પર 2 શિફ્ટ એટલે સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી રસીકરણનું કામ થશે.
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળમાં વેક્સિનેશન પર હોબાળો
ત્યારે, પશ્ચિમ બંગાળમાં કોરોના વેક્સિનેશન પ્રોગ્રામમાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો તરફથી અનિયમિતતા વર્તવાની વાત સામે આવી છે. અહીં સુભાષ મંડલ અને રબિંદ્રનાથ ચટર્જીએ ફ્રંટલાઇન વર્કર્સ પહેલા ખુદને વેક્સિન લગાવી દીધી. ત્યારબાદ ભાજપે મમતા બેનર્જી સહિત TMC સરકાર પર પ્રહાર કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.