covid-19 treatment will change in india decision on 4 drugs after trial
સારવાર /
ટ્રાયલ બાદ કોરોનાની 4 દવા પર WHOએ કર્યા સવાલ, હવે ભારતમાં બદલાશે સારવારની રીત
Team VTV09:09 AM, 17 Oct 20
| Updated: 09:13 AM, 17 Oct 20
WHOની અધ્યક્ષતામાં 11266 વયસ્ક લોકો પર 4 દવાઓનું ટ્રાયલ કરાયું.આ 4 દવામાં રેમડેસિવીર, હાઇડ્રોક્સિક્લોરોક્વિન, લોપિનૈવિર અને ઇન્ટરફેરોન પર સવાલ કરાયા છે. WHOએ કહ્યું કે
રેમડેસિવીર, હાઇડ્રોક્સિક્લોરોક્વિનની દર્દી પર વધુ અસર થતી નથી. ટ્રાયલનો હેતુ એ જાણવાનો હતો કે આ દવાઓ મૃત્યુદરને ઓછો કરી શકે છે કે નહીં. અથવા તેનાથી મૃત્યુદર ઘટાડી શકાય છે. પરંતુ ટ્રાયલમાં આ તમામ 4 દવાઓ મૃત્યુદર ઘટાડવામાં લગભગ નકારાત્મક પરિણામ આપી રહી છે.
WHOએ કર્યા સવાલ
કોરોનાની 4 દવાઓ પર કરાયું ટ્રાયલ
રેમડેસિવીર, હાઇડ્રોક્સિક્લોરોક્વિન, લોપિનૈવિર અને ઇન્ટરફેરોન પર સવાલ
ભારતમાં બદલાશે કોરોનાની સારવારની રીત
દેશમાં કોરોના વાયરસના કેસ મળવાની ગતિ ઘટી રહી છે. આ સમયે સ્વાસ્થ્ય વિભાગે નક્કી કર્યું કે કોરોના ટ્રીટમેન્ટના પ્રોટોકોલની સમીક્ષા કરાય. એક ટ્રાયલ રીઝલ્ટ બાદ નિર્ણય લેવાયો છે. WHOની અધ્યક્ષતામાં કોરોનાની 4 દવા પર ટ્રાયલ કરાયું. આ 4 દવામાં રેમડેસિવીર, હાઇડ્રોક્સિક્લોરોક્વિન, લોપિનૈવિર અને ઇન્ટરફેરોન પર સવાલ કરાયા છે. WHOએ કહ્યું કે
રેમડેસિવીર, હાઇડ્રોક્સિક્લોરોક્વિનની દર્દી પર વધુ અસર થતી નથી. આ સાથે તે મૃત્યુદરને ઘટાડવામાં અસફળ સાબિત થઈ છે અથવા તો ઘણા ઓછા અંશે મદદગાર રહી છે. જે દવાઓ પર ટ્રાયલ થયું છે તેમાં એન્ટીવાયરલ ડ્રગ રેમડિસિવીર, મલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનસ, એન્ટી એચઆઈવી સંયોજન લોપિનવીર અને રિટોનવીર અને ઈમ્યુનોમોડ્યુલર ઈન્ટરફેરોન છે. પહેલી 2 દવાઓ કોરોનાના એ દર્દીઓ માટે છે જેમાં સંક્રમણના સામાન્ય લક્ષણો જોવા મળે છે.
આ બેઠકમાં કરાશે પ્રોટોકોલની સમીક્ષા
એક રિપોર્ટ અનુસાર કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પ્રોટોકોલની સમીક્ષા આવનારા સંયુક્ત ટાસ્ક ફોર્સની બેઠકમાં કરાશે. જેની અધ્યક્ષતા ડો. વી. કે.પોલ, અને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદના મહાનિર્દેશક ડો. બલરામ ભાર્ગવ કરશે.
ક્લિનિકલ પ્રોટોકોલને ફરીથી કરાશે રીવાઈઝ
રિપોર્ટ અનુસાર ડો. ભાર્ગવે કહ્યું કે અમે નવા પરિણામને ધ્યાનમાં રાખીને ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલને ફરી રિવાઈઝ કરીશું. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ કહ્યું કે સામાન્ય રીતે બીમાર રોગીમાં ઉપયોગ માટે HCQને મંજૂરી અપાઈ છે. ઈમરજન્સી માટે રેમડિસિવીરને મંજૂરી મળી છે. WHO ના એક સ્ટડીમાં કહેવાયું છે કે 30 દેશના 405 હોસ્પિટલમામં કોરોનાના 11266 વયસ્ક સંક્રમિતો પર સર્વે કરાયો હતો. તેમાંથી 2750ને રેમડિસિવીર, 954ને એચસીક્યૂ, 1411ને લોપિનવીર, 651ને ઈન્ટફેરોન પ્લસ લોપિનવીર, 1412ને ફક્ત ઈન્ટરફેરોન અને 4088ને અન્ય દવાઓ અપાઈ હતી. જેની પર કોઈ સ્ટડી થયો નથી.
આ દવાઓ કામ કરે છે કે નહીં, રેમડેસિવીરમાં વધુ રિસર્ચર કરવાની જરૂરઃ ICMR
ભારત પણ ટ્રાયલનો ભાગ હતો અને 4 દવાઓનું પરીક્ષણ કરાયું. ICMRના અનુસાર 15 ઓક્ટોબર 2020 સુધીમાં 937 કોરોના રોગી અને 26 રેન્ડમ જગ્યાઓએ ટ્રાયલ કરાયું વિશેષજ્ઞોનું કહેવું છે કે ટ્રાયલમાં કેટલાક મહત્વના જવાબ મળ્યા છે. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના સંસ્થાપક ડો. કે શ્રીનાથ રેડ્ડીએ કહ્યું કે આ ટ્રાયલનો હેતુ એ જોવાનો હતો કે આ દવાઓ કામ કરે છે કે નહીં. પરિણામ આવ્યું છે કે આ દવાઓ કામ કરતી નથી.