કોરોના વાયરસના ફેલાવવાને અટકાવવા માટે સમગ્ર દુનિયામાં વૈજ્ઞાનિક દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. કોવિડ-19ને નિયંત્રણમાં કરવા માટે સતત પ્રયોગો કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ થયેલા એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગ્રીન ટી, ક્રેનબેરી અને દાડમનું જ્યૂસ SARS-CoV-2 ની જીવલેણ બીમારી દૂર કરવામાં કારગર સાબિત થાય છે.
કોરોના વાયરસના ફેલાવવાને અટકાવવા મથી રહ્યા છે વિશ્વના વૈજ્ઞાનિકો
ઘરમાં રહેલી આ ત્રણ વસ્તુના ઉપયોગથી કોરોના સંક્રમણમાં થઇ શકે છે ઘટાડો
સંશોધનમાં મળ્યા ચોંકાવનારા પરિણામ
ઈંસ્ટીટ્યુટ ઓફ મોલેક્યુલર વાઈરોલોજી, યુએલએમ યુનિવર્સિટી મેડિકલ સેન્ટર અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (જર્મની) દ્વારા વહેંચાયેલ પ્રયોગે સારા પરિણામોનો દાવો કર્યો છે. સંશોધનકારો કહે છે કે આ ત્રણેય વસ્તુ કોષોમાં ચેપને વધતા અટકાવે છે.
આશ્ચર્યજનક પરિણામો મળ્યા
આ અધ્યયન માટે વૈજ્ઞાનિકોએ ઓરડાના તાપમાને હર્બલ પદાર્થો જેવા કે ઈન્ફલ્યુએન્ઝા એ વાયરસ, એડેનો વાયરસ ટાઇપ -5 અને SARS-CoV-2 એક સાથે મૂક્યા. ત્યારબાદ વાયરસની ઇન્ફેક્ટીવિટી નક્કી કરવામાં આવી હતી. આ પ્રયોગ પછી સંશોધનકારોને આશ્ચર્યજનક પરિણામો મળ્યાં.
ચોકાબેરીનો રસ
અહેવાલ મુજબ, ચોકાબેરીનો રસ વાયરસની ચેપને 3,000 ગણો ઘટાડવામાં સક્ષમ છે. જ્યારે દાડમનો રસ, એલ્ડરબેરીનો રસ અને ગ્રીન ટી વાયરસ ચેપને 10 ગણા સુધી ઘટાડી શકે છે.
99 ટકા ચેપ ઓછો કરે છે
સ્વાઈન ફ્લૂ વાયરસ પર આ વસ્તુઓની અસર જોવા માટે સંશોધનકારોએ એક પ્રયોગ પણ કર્યો હતો. આ પ્રયોગમાં, તેમણે શોધી કાઢ્યું કે આ ચાર બાબતો 5 મિનિટમાં વાયરસના ચેપને 99 ટકા ઘટાડી શકે છે.
ચોકબેરીનો રસ 5 મિનિટમાં SARS-CoV-2 ના ચેપને ઘટાડશે
અહેવાલ મુજબ, ચોકબેરીનો રસ 5 મિનિટમાં SARS-CoV-2 ના ચેપને 97% ઓછો કરી શકે છે. જ્યારે દાડમનો રસ અને ગ્રીન ટી તેની અસરકારકતામાં 80% ઘટાડો કરી શકે છે. જો કે, એલ્ડરબેરીના રસની SARS-CoV-2 પર કોઈ અસર થઈ નહીં.
કોરોનાની વેક્સિનને લઇને આવ્યા છે સારા સમાચાર
ભારતમાં કોરોના સામે લડી રહેલા લોકો માટે સારા સમાચાર છે. વેક્સીન બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપનીએ કહ્યું કે તે ભારતમાં સૌથી પહેલાં વેક્સીન આપવા માટે કામ કરી રહી છે. તેનું લક્ષ્ય એ વાત પર છે કે ભારતમાં સૌથી પહેલાં વેક્સીન અપાય. કંપની ભારતની છે માટે તે સૌ પહેલાં આ દેશને જ ફાયદો આપશે.
40 કરોડ ડોઝ જુલાઈ 2021 સુધી થશે તૈયાર
પૂનાવાલાએ કહ્યું કે SIIની પાસે અધિકાર છે કે તે 5 ડઝનથી વધારે દેશની સાથે સીધી વેક્સીનને લઈને કરાર કરે. તે એસ્ટ્રાજેનેકાની સાથે કરારના આધારે કરી શકે છે. તેમનો દાવો છે કે ભારતીય યૂનિટથી એસ્ટ્રાજેનેકાની વેક્સીનના 40 કરોડ ડોઝ જુલાઈ 2021 સુધી આપવામાં આવી શકે છે.