દેશભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે કેન્દ્ર સરકારે આજથી લોકડાઉન 4ની જાહેરાત કરી છે અને આ સાથે જ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગને પણ ખાસ ગણાવ્યા છે. નિયમ અનુસાર માસ્ક ન પહેરવા માટે 200 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ કતરમાં માસ્ક ન પહેરવા માટે અલગ જ અને સૌથી કડક નિયમ બનાવવામાં આવ્યો છે. તેમને માટે દંડની નહીં પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે.
કોરોનાને નાથવાની સૌથી મોટી પહેલ
કતરમાં લાગૂ કરાયો સૌથી કડક નિયમ
માસ્ક ન પહેરવા માટે 55000 ડોલરનો દંડ, 3 વર્ષની સજા
કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં એકથી વધુ પગલા લેવામાં આવી રહ્યા છે. આ વૈશ્વિક રોગચાળાને રોકવા માટે અનેક પ્રકારના માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, ત્યારે ઘણા દેશોએ તેના વિશે કાયદા બનાવવાનું શરૂ કર્યું છે. જેથી કોરોનાને નાથવામાં સફળતા મેળવી શકાય.
કતરે બનાવ્યો ખાસ કાયદો
કતરે માસ્ક ન પહેરવા પર કડક કાયદો લાગૂ કર્યો છે. અહીં જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો માટે ત્રણ વર્ષ સુધીની સજાની જાહેરાત કરવામાં આવી છે. સાથે 55000 ડોલરના દંડની પણ જોગવાઈ પણ છે. તે હવે કોરોનાને લઈને વિશ્વનો સૌથી કડક કાયદો બની ગયો છે.
કતરમાં કુલ કેસની સંખ્યા
આ નાના દેશમાં હાલ સુધીમાં 30000 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. અહીં 15 લોકોના મોત થયા છે. મહામારીને રોકવા માટે કતરે અહીં કડક નિયમ લાગૂ કર્યો છે. કતરમાં 3 વર્ષની સજાની સાથે 55000 ડોલરના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.