દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધારે અસરગ્રસ્ત છે. રાજ્યની અર્થવ્યવસ્થામાં ભારે નુકશાન થયું છે. ત્યારે રાજ્ય સરકારે સોમવારે 4 મે 2020ના રોજ કર્યુ કે આવતા વર્ષના માર્ચ મહિના સુધી કોઈ વિકાસના કોઈ કામો નહીં થઈ શકે. સરકારે હાલમાં તમામ નવા પ્રોજેક્ટ ફ્રીજ કરી નાંખ્યા છે.
મહારાષ્ટ્રનું બજેટ ઉત્તર પ્રદેશ પછી સૌથી મોટું છે
વિકાસ યોજનાઓ પર થનારા ખર્ચમાં 67 ટકાનો કાપ મુકશે
1960માં રાજ્યના નિર્માણ બાદથી આ અત્યાર સુધીનો સૌથી મોટો કાપ
મહારાષ્ટ્ર એવું રાજ્ય છે જેનું બજેટ ઉત્તર પ્રદેશ પછી સૌથી મોટું છે. એક અધિકારીના જણાવ્યાનુંસાર રાજ્ય સરકાર નાણા વર્ષ 2020-21ની વિકાસ યોજનાઓ પર થનારા ખર્ચમાં 67 ટકાનો કાપ મુકશે. વર્ષ 1960માં રાજ્યના નિર્માણ બાદથી આ અત્યાર સુધીનો સૌથી મોટો કાપ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના દ્વારા રજુ કરવામાં આવેલા આંકડા મુજબ 12974 કેસ આવ્યા છે. જે દેશના ત્રીજા ભાગના છે. કુલ 548 લોકના મોત થયા છે. જે ભારતના કુલ મોતના 40 ટકા છે. 2 મહિના પહેલા જ મહારાષ્ટ્ર સરકારે નાણાવર્ષ 2020-21 માટે 4.34 લાખ કરોડ રુપિયાનું બજેટ રજુ કર્યુ હતુ. જે 2019-20 ની સરખામણીએ 4.1 ટકા વધારે હતું.
રાજ્ય સરકારે કોરોનાને પહોંચી વળવા માટે પાયાની જરુરીયાતો અને જરુરી ચીજ વસ્તુઓની ખરીદી પર પ્રતિબંધ મુક્યો છે. તેમણે નવી ખરીદી અને નવા વિકાસના કાર્યોને પાછા ખેંચવાનો આદેશ આપ્યો છે.