સુરત / બારડોલીમાં લોકડાઉન બાદ યોજાયા પ્રથમ લગ્ન, જુઓ વીડિયો

રાજ્ય સરકારે અનલોક-1માં અનેક છૂટછાટ સાથે લગ્નનું આયોજન કરવા માટે મંજૂરી આપી છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં લોકડાઉન દરમિયાન પ્રથમ લગ્ન પ્રસંગ યોજાયો હતો. બારડોલીના દીપનગર ખાતે સરકારની ગાઈડલાઈન મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા. જેમાં માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સ સાથે જાનૈયાઓ અને મહેમાનોને મંડપમાં પ્રવેશ અપાયો હતો. તો નવદંપતીએ પણ માસ્ક પહેરીને પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આપને જણાવી દઈએ કે,જિલ્લા કલેકટર અને વહીવટી તંત્રની પરવાનગી બાદ લગ્ન યોજાયા હતા. ચુસ્ત જાહેરનામાના પાલન વચ્ચે લગ્ન યોજાતા લગ્ન કરનાર વરરાજાએ આ લગ્નને યાદગાર ગણાવ્યા હતા..

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ