કોરોના વાયરસનો કહેર વધારે પડતા સ્થૂળતા ધરાવનારા લોકો પર કહેર બનીને તૂટી રહ્યો છે. એક સ્ટડીમાં એ વાત સામે આવી છે કે કોરોના વાયરસના કારણે 60 વર્ષથી નાની ઉંમરની મહિલાઓની સરખામણીએ પુરુષોના મોત વધારે થઈ રહ્યા છે. તેનો અર્થ એ છે કે વધારે ખતરો જાડા લોકો પર રહે છે, સાથે તેમની ઉંમર પણ વધારે હોય તો ખતરાનું પ્રમાણ વધારે રહે છે.
60 વર્ષથી નાના પુરુષોમાં કોરોનાનો ખતરો વધુ
સ્થૂળતા ધરાવનારા લોકોમાં વધુ રહે છે કોરોના
મહિલાઓ કરતાં પુરુષોમાં મોતનું પ્રમાણ વધુ
કૈસર પરમાનેંટે સાઉર્દન કેલિફોર્નિયા હેલ્થ સિસ્ટમના શોધકર્તાઓએ 7000 કોરોના કેસનો સ્ટડી છે. તેઓએ કહ્યું કે અન્ય બીમારીઓ અને પરિસ્થિતિને બાદ કરતાં સ્થૂળતા એકમાત્ર કારણ છે જેના કારણે 60 વર્ષથી ઓછી ઉંમરના પુરુષોના મોત થઈ રહ્યા છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે વધારે પડતા જાડા લોકોમાં BMI (Body Mass Index) 40 પોઈન્ટથી વધારે છે તો કોરોનાના કારણે તેમના મોતની શક્યતા 3 ગણી વધી જાય છે. તે 45ને પાર કરે છે તો મોતની શંકા ચાર ગણી વધુ રહે છે. બંને સ્થિતિમાં પુરુષોની સ્થિતિ વધુ ખરાબ છે. જ્યારે મહિલાઓ તેનાથી બાકાત છે.
યૂરોપમાં આ પ્રકારના કેસની સંખ્યા વધુઃ રિપોર્ટ
અગાઉ પણ સવાલ ઉઠ્યો હતો કે શું કોરોના વાયરસ વધારે મોટા અને વજન ધરાવનારા લોકોને વધારે નુકસાન કરે છે.રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે યૂરોપમાં જેટલા લોકો બીમાર થયા છે તેમાં બે તૃતિયાંશ લોકો સ્થૂળતા ધરાવે છે. જો તમારા શરીરમાં વધારે ચરબી છે તો બોડી માસ ઈન્ડેક્સ વધારે છે. તમને કોરોનાનો ખતરો વધારે રહે છે. યૂરોપમાં કોરોનાના કારણે ગંભીર રીતે બીમાર લોકોમાં બે તૃતિયાંશ લોકો સ્થૂળતા ધરાવે છે. ગંભીર રીચે બીમાર દર્દીમાં 40 ટકા લોકોની ઉંમર 60 વર્ષથી ઓછી છે અને તેઓ વધારે જાડા છે.
માર્ચમાં યૂકેમાં લગભગ 194 લોકો ICUમાં એડમિટ થયા હતા. જેમાંથી 130 લોકો શરીરના પ્રમાણે વધારે વજન ધરાવતા હતા. 194માંથી 134 પુરુષો હતા. એટલે કે 71 ટકા પુરુષોમાં અને 29 ટકા મહિલાઓમાં બીમારી જોવા મળી હતી. આ તમામમાંથી 18 દર્દીને ફેફસા અને હાર્ટની બીમારી હતી. જે સ્થૂળતાના કારણે આવી હતી. ડોક્ટર્સ માને છે કે વધુ સ્થૂળતા ધરાવતા લોકોની ઈમ્યુનનિટી પાવર ઓછો હોય છે. તેનું એકમાત્ર કારણ છે કે આ પ્રકારના લોકો ફાઈબર અને એન્ટીઓક્સીડન્ટ્સવાળું ભોજન લેતા નથી.