ઈમ્યુનિટી વધારવા માટે વધારે પડતા વિટામિનના ડોઝ નુકશાનકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ કઈ દાવાનો કેટલો કોર્સ કરવો જોઈએ.
વધારે પડતા વિટામિનના ડોઝ નુકશાનકારક
જિંકનો વધારે પ્રમાણમાં ઉપયોગ નુકસાનકારક સાબિત થઈ શકે
ચ્યવનપ્રાશથી વધી રહી છે અનેક સમસ્યા
વધારે પડતા વિટામિનના ડોઝ નુકશાનકારક
કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. તેવામાં લોકો બચવા માટે અનેક રીતો અપનાવી રહ્યા છે. આ દરમિયાન સતત લોકો વિટામિન ડી 3 કેલ્શિયમ, જિંક (Zinc) અને મલ્ટી વિટામિન લઈ રહ્યા છે. પરંતુ આના વધારે ડોઝ નુકશાનકારક સાબિત થઈ શકે છે.
જિંકનો વધારે પ્રમાણમાં ઉપયોગ નુકસાનકારક સાબિત થઈ શકે
પીજીઆઈ લખનૌના હૃદયરોગ વિશેષજ્ઞ ડો. નવીન ગર્ગે એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું કે આજના સમયમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે. તેવા સમયમાં ઈમ્યુનિટી બુસ્ટરના કોર્સ અંગે લોકોને ખબર હોવી ખુબ જરુરી છે. ડો. નવીને જણાવ્યુ તે વિટામીન સી, ડી અને મલ્ટી વિટામિનનો કોર્સ એક મહિનાનો હોય છે. તેની સાથે તેમણે જણાવ્યું કે જિંકનો વધારે પ્રમાણમાં ઉપયોગ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ચ્યવનપ્રાશથી થઈ શકે છે આ સમસ્યા
ડો. નવીનને જણાવ્યુ કે મલ્ટી વિટામિનને એક મહિનાથી ન ખાવી જોઈએ. તેનાથી શરીરમાં વિભિન્ન અંગો પર તેની અસર જોવા મળી રહી છે. કોરોનાથી બચવા માટે જે લોકો દવાનું સેવન કરવા નથી ઈચ્છ તા તે લોકો પણ ઈમ્યુનિટી વધારવાના ચક્કરમાં જરુરિયાત કરતા વધારે ચ્યવનપ્રાશ ખાઈ રહ્યા છે. આનાથી તેમનામાં શુગર અને હાર્ટની બિમારી વધી રહી છે.
કેટલા દિવસ શું લઈ શકો છે
ઉકાળો ફક્ત સામાન્ય શરદી થવા પર દિવસમાં એક વાર
જિંક - વધારેમાં વધારે 15 દિવસ ખાવી જોઈએ
મસ્ટી વિટામિન- વધુમાં વધુ 1 મહિનો
વિટામિન ડી -3 60Kનો એક -એક ડોઝ મહિનામાં ચાર વાર, એ બાદ મહિનામાં એક વાર અથવા ડોક્ટરી સલાહ પર